Kolkata Indian Museum Shooting: CISF ના જવાને AK-47 થી કર્યું તાબડતોબ ફાયરિંગ, એકનું મોત; એક ઇજાગ્રસ્ત

Kolkata Shooting: પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6.30 કલાકે મ્યુઝિયમની અંદર અચાનક ગોળીબારનો અવાજ સંભળાવવા લાગ્યો. મ્યુઝિમની સામે સમાન્ય લોકોના ટોળા એકઠા થયા હતા.

Kolkata Indian Museum Shooting: CISF ના જવાને AK-47 થી કર્યું તાબડતોબ ફાયરિંગ, એકનું મોત; એક ઇજાગ્રસ્ત

Kolkata Indian Museum Shooting: કોલકાતાના પાર્ક સ્ટ્રીટ સ્થિત ઇન્ડિયન મ્યુઝિમય બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર CISF ના એક જવાને AK-47 રાયફલથી ફાયરિંગ કર્યું, જેમાં 2 લોકોને ગોળી વાગી. ઘાયલોમાં CISF ના એક કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીએસપી રેંકના એક અન્ય અધિકારીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

CISF જવાને કર્યું ફાયરિંગ
પોલીસે જણાવ્યું કે, કોલકાતા પોલીસ કમાન્ડો અને અર્ધસૈનિક દળની સંયુક્ત ટીમ દ્વારા એક કલાકના લાંબા ઓપરેશન બાદ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો. સંપૂર્ણ ઓપરેશનનું નેતૃત્વ શહેરના પોલીસ કમિશનર વિનીત ગોયલે કર્યું. માર્યા ગયેલા સીઆઇએસએફ કોન્સ્ટેબલની ઓળખ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રંજીત સરોંગી તરીકે કરવામાં આવી છે. સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત સીઆઇએસએફ અધિકારીની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ રેંકના અધિકારી સુબીર ઘોષ તરીકે કરવામાં આવી છે.

— Zee News (@ZeeNews) August 6, 2022

ફાયરિંગથી ગભરાયા લોકો
પોલીસ અથવા સીઆઇએસએફ અધિકારીઓએ હજુ સુધી હત્યારા જવાનની ઓળખનો ખુલાસો કર્યો નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6.30 કલાકે મ્યુઝિયમની અંદર અચાનક ગોળીબારનો અવાજ સંભળાવવા લાગ્યો. મ્યુઝિમની સામે સમાન્ય લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યાં સમાન્ય રીતે શનિવારના ભારે ભીડ જોવા મળતી હોય છે. જોકે, હજુ સુધી જાણવા મળ્યુ નથી કે કોઈ સામાન્ય નાગરીક ઇજાગ્રસ્ત થયો છે કે નહીં. તે પણ સ્પષ્ટ થયું નથી કે કયા કારણોસર સીઆઇએસએફ કર્મચારીએ ગોળીબાર કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news