જસ્ટિસ કાત્જૂની યોગી સરકારને કરી આપીલ, આ 18 શહેરોના પણ નામ બદલવા જોઇએ
આ લિસ્ટમાં ફૈઝાબાદનું નામ નરેન્દ્રમોદીપુર, ફતેહપુરનું નામ બદલી અમિતશાહ નગર અને મોરાદાબાદનું નામ બદલીને મનકીબાત નગર કરવાની વાત કરવામાં આવી હતી.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું છે. આ પહેલા મુગલસરાય જંક્શનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન કરવામાં આવ્યું હતું. નામ બદલવાની કવાયત વચ્ચે જસ્ટિસ માર્કડેય કાત્જૂએ સીએમ યોગીને એક લિસ્ટ મોકલ્યું હતું, જેમાં 18 શહેરોના નવા નામનો આઇડીયા આપવામાં આવ્યો છે. જસ્ટિસ કાત્જૂએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે આ તમામ શહેરોનું નામ મુઘલ કાળના છે, જેમના નામ બદલવા જોઇએ.
વાંચવા માટે ક્લિક કરો: ક્યારે સુધરશે ચીન? ખતરનાક મંશાના ઇરાદે ભારતીય સીમામાં ફરીથી કરી ઘૂસણખોરી
કાત્જૂની લિસ્ટમાં અલીગઢનું નવું નામ અશ્વથામા નગર, આગરાનું અગસ્ત્ય નગર, ગાજીપુરનું ગણેશપુર, શાહજહાંપુરનું સુગ્રીવપુર કરવાની વાત કરી છે. આ લિસ્ટમાં ફૈઝાબાદનું નામ નરેન્દ્રમોદીપુર, ફતેહપુરનું નામ બદલી અમિતશાહ નગર અને મુરાદાબાદનું નામ બદલીને મનકીબાત નગર કરવાની વાત કરવામાં આવી હતી.
વાંચવા માટે ક્લિક કરો: ખેડૂતપુત્ર વિરુદ્ધ કાવત્રાઓ રચી રહ્યા છે રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ: શિવરાજ
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કુંભ 2019 માટે જે બનેર બનાવવામાં આવી રહ્યા છે તેમાં આયોજન સ્થળનું નામ અલાહાબાદની જગ્યાએ પ્રયાગરાજ લખવામાં આવી રહ્યું છે. કુંભ મેળો 15 જાન્યૂઆરી 2019થી શરૂ થઇ રહ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે નામ બદલવાની પ્રક્રિયા 15 જાન્યૂઆરી પહેલા પૂરી કરવામાં આવશે.
વાંચવા માટે ક્લિક કરો: શશિ થરૂરે રામ મંદિર અંગે આપ્યું વિવાદિત નિવેદન, સ્વામીએ ગણાવ્યા 'નીચ માણસ'
તમેન જણાવી દઇએ કે, સીએમ યોગીએ કહ્યું હતું કે ગંગા અને યમુના બે પવિત્ર નદીઓનું સંગમ સ્થળ હોવાના કારણે અલાહાબાદ બધા પ્રયાગોનો રાજા છે. માટે અલાહાબાદને પ્રયાગરાજ પણ કહેવામાં આવે છે. જો, બધાની સહમતી હશે તો પ્રયાગરાજના રૂપમાં જ અમે આ શહેરને ઓળખવું જોઇએ. રાજ્યપાલ રામ નાઇકે મંજૂરી આપી છે. નામ બદલતા પહેલા સરકારની તરફથી નોટિફિકેશન જાહેર કર્યા બાદ તારીખ અને નામ બદલવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.