મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાથી 50થી વધુ ઘરોમાં ભીષણ આગ લાગી છે. વિસ્ફોટ બાદ લોકો આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોતની પણ આશંકા છે. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અવાજથી લોકો ગભરાઈ ગયા હતા. એવું કહેવાય છે કે ફેક્ટરીમાં દારૂગોળો રાખેલો હતો જેણે આગને વિકરાળ બનાવી દીધી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ધડાકો એક નથી પરંતુ અટકી અટકીને ધડાકા થઈ રહ્યા છે. 


8 લોકોના મોત
મધ્ય પ્રદેશના મંત્રી ઉદય પ્રતાપ સિંહે દુર્ઘટના અંગે વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 87 લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. દોષિતોને છોડવામાં નહીં આવે. સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી અમે ફેક્ટરીની બધી માહિતી લઈ રહ્યા છીએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube