મુંબઇ :  મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં બુધવારે થયેલા નક્સલવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. નક્સલવાદીઓ દ્વારા ઘાત લગાવીને રખાયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 જવાન શહીદ થઇ ગતયા હતા. હવે તંત્રને આ મુદ્દે મોટી સફળતા લાગી છે. આ હુમલાના માસ્ટરમાઇન્ડની ઓળખ કરી લેવાઇ છે. આ હુમલામાં પાછળ ઉત્તરી ગઢચિરોલીનાં સીપીઆઇ (માઓવાદી)નો કમાન્ડર ભાસ્કર આ હુમલાનો માસ્ટર માઇન્ડ હોવાનું જણાવાઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે: યોગી આદિત્યનાથ

ભાસ્કર છેલ્લા 15 વર્ષથી સક્રિય છે. તેના પર 16 લાખ રૂપિયાનું ઇનામ છે. તેનો વધારે એક સાથી ગીરધર પણ આ હુમલામાં તેનો સાથી છે. તેનું નામ નાગસુ ઉર્ફે માનસુ ઉર્ફે ગિરધર છે. લેન્ડમાઇન્સ લગાવવાનું કામ કરે છે. ગઢચિરોલીમાં QRT જવાનો પર હુમલો કરતા સમયે 100થી વધારે નક્સલવાદીઓ હાજર હતા. સુત્રો અનુસાર નક્સલવાદીઓએ આ હુમલાની 25 તારીખથી તૈયારી ચાલી રહી હતી. આ હુમલા માટે છત્તીસગઢ અને ગઢચિરોલી વિસ્તારનાં નક્ષલ દલમની એખ કંપની બનાવવામાં આવી. 


PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે


એર સ્ટ્રાઇકની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ 'મી ટૂ - મી ટૂ' કરી રહ્યું છે

ગઢચિરોલી નક્સલવાદી ઘટનાનાં તાર છત્તીસગઢ સાથે જોડાયેલા હોવાની આશંકા
સુત્રો અનુસાર છત્તીસગઢમાં સક્રિય નક્સલવાદીઓએ પણ સીમાવર્તી મહારાષ્ટ્રનાં ગઢચિરોલી વિસ્તારમાં સક્રિય નક્સલવાદીઓનો સહયોગ કર્યો હતો. છત્તીસગઢમાં નક્સલવાદીઓ જે પ્રકારે પોલીસ  ઓફરેશન દ્વારા પાછળ ધકેલાઇ રહ્યું છે. આ જ કારણથી તેઓ સેફ ઝોન શોધી રહ્યા છે. એવામાં સીમાવર્તીવિસ્તારમાં તેમણે ગતિવિધિઓ વધારી દીધી છે.