PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરૂવારે પોતાની માં સોનિયા ગાંધીનાં લોકસભા ચૂંટણી વિસ્તારમાં મદારીઓની વસ્તીમાં પહોંચ્યા અને સાપ પોતાના હાથે સાપ પકડી લીધો

PMનો પ્રિયંકા પર વ્યંગ, નામદારની ચોથી પેઢી સાપની રમત દેખાડી મત માંગે છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમય અટક્યો હતો જ્યારે કોંગ્રેસનાં નામદાર વિદેશી મહેમાનોની સામે સાંપ અને નોળીયાઓને નચાવીને ખુશ થતા હતા. સમગ્ર વિશ્વ આ જોઇને કહેતી હતી ભારત તો માત્ર સાંપ અને નોળીયાઓનો દેશ છે. 

એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આજે નામદાર પરિવારની ચોથી પેઢી પણ કામ કરી રહ્યા છે. આ ચોથી પેઢી આજે પણ સાંપ અને નોળિયાની રમતો દેખાડીને મતમાંગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરૂવારે (2 મે)ના રોજ પોતાની માં સોનિયા ગાંધીના ચૂંટણી વિસ્તારમાં મદારીઓની વસ્તીમાં ગયા અને સાપને પોતાનાં હાથમાં પકડી લીધો હતો. પ્રિયંકા ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે: યોગી આદિત્યનાથ
ભારત સ્નેકથી આગળ વધી ચુક્યો છે. 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ભુલી રહ્યા છે કે ભારત સ્નેકથી આગળ વધી ચુક્યા છે અને હવે માઉસ પકડીને આગળ વધી રહ્યું છે. ભારતે નવયુવાનો, હવે કમ્પયુટર-માઉસ-ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનાં માધ્યમથી સમગ્ર વિશ્વની દિશા દેખાડી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતની ગુંજ આજે સમગ્ર વિશ્વમાં સંભળાઇ રહ્યું છે. તમારા આ ચોકીદારે ભારતનાં પાણી અને આતંકવાદી કારસ્તાન બન્નેને અટકાવવાનું કામ કર્યું છે. 

ભારતનું પાણી ભારતનાં જ કામમાં આવે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મજબુત સરકાર હોય છે ત્યારે ભારતનું પાણી ભારતનાં જ કામમાં આવે, આ પ્રતિબંધ કરવામાં આવે છે. નહી તો કોંગ્રેસની સરકારે દશકો સુધી શાસન  ચલાવ્યું. ભારતનાં હકનું પાણી પાકિસ્તાન જતું રહ્યું પરંતુ આપણા બીકાનેર અને રાજસ્થાન ટીપે ટીપા માટે મોહતાજ રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે પાકિસ્તાન આપણું લોહી વહાવો, આપણે તેને આપણું પાણી આપી શકીએ કે ? જે પાકિસ્તાનનાં હજારો જવાનોને ઘા આપવાનાં સપના વાળા તે હજારો લીટર પાણી આપવું યોગ્ય છે ? આટલા પાણીથી રાજસ્થાન, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોની તરસ છુપાઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news