નવરાત્રિ 2020: આજે સાતમા નોરતે માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે આ રીતે કરો પૂજા
નવરાત્રિ(Navratri 2020)માં માતા કાળરાત્રિ ( Maa Kalratri) ની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. એવી માન્યતા છે કે માતા દુર્ગાએ અસુરોના વધ માટે દેવી કાળરાત્રિનું સ્વરૂપ લીધુ હતું. તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે.
નવી દિલ્હી: નવરાત્રિ(Navratri 2020)માં માતા કાળરાત્રિ ( Maa Kalratri) ની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. એવી માન્યતા છે કે માતા દુર્ગાએ અસુરોના વધ માટે દેવી કાળરાત્રિનું સ્વરૂપ લીધુ હતું. તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે. દેવી દુર્ગાએ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજથી તેમને ઉત્પન્ન કર્યા હતાં. શાસ્ત્રોમાં માતા કાળરાત્રિની પૂજાને શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ જ કારણે તેમને શુભંકારી પણ કહે છે. એવી માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધા દૂર થાય છે.
નવરાત્રિમાં આ 11 કામ ભૂલેચૂકે ન કરતા...નહીં તો પસ્તાવાનો વારો આવશે
દુર્ગા માતા બન્યા કાળરાત્રિ
દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ હોય છે. તેમના વાળ વિખરાયેલા અને તેમના ગળામાં વિધુતની માળા છે. તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે. તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. કાળરાત્રિનું વાહન ગર્દભ (ગધેડો) છે.
માતા કાળરાત્રિને ભોગ
નવરાત્રિના સાતમા દિવસે માતા કાળરાત્રિની પૂજા થાય છે. આ દિવસે માતાને ખીચડી, પાપડ અને રસગુલ્લાનો ભોગ ચઢાવો. માતા ખુબ પ્રસન્ન થશે. આ ઉપરાંત નારિયેળના લાડુનો ભોગ પણ ચઢાવી શકાય છે.
નવરાત્રિમાં અખંડ જ્યોતનું છે ખાસ મહત્વ, ઘરનો ખૂણેખૂણો પોઝિટિવ બનાવી દે છે
કાળરાત્રિ ઉપાસના મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि।
जय सर्वगते देवि कालरात्रि नमोस्तु ते।।
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube