શ્રીકૃણ વિરાજમાનની અરજી સ્વિકારી, તમામ વિપક્ષી પાર્ટીઓને નોટીસ જાહેર
મથુરા (Mathura)માં જિલ્લા જજની કોર્ટે શ્રીકૃષ્ણ વિરાજમાન (Shri Krishna Virajman) ની અરજી સ્વિકાર કરી લીધી છે. કોર્ટે તમામ પક્ષોને નોટીસ જાહેર કરી તેમનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું છે.
મથુરા: મથુરા (Mathura)માં જિલ્લા જજની કોર્ટે શ્રીકૃષ્ણ વિરાજમાન (Shri Krishna Virajman) ની અરજી સ્વિકાર કરી લીધી છે. કોર્ટે તમામ પક્ષોને નોટીસ જાહેર કરી તેમનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું છે. કેસની આગામી સુનાવણી 18 નવેમ્બરના રોજ થશે. તમને જણાવી દઇએ કે શ્રીકૃણ વિરાજમાન દ્વારા જન્મભૂમિની 13.37 એકર જમીના સ્વામિત્વની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ અરજીમાં ઇદગાહને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. તે પહેલાં સિવિલ જજ કોર્ટે અરજીને નકારી કાઢી હતી. હવે જિલ્લા જજ અરજી પર નિર્ણય લેશે.
અરજીકર્તાઓનું કહેવું છે કે અમારી અપીલ સ્વિકાર કરી લેવામાં આવી છે. જિલ્લા જજે જેટલા પણ વિપક્ષ હતા તેમને નોટીસ જાહેર કરી છે. મસ્જિદ પક્ષને જવાબ આપવાનો છે.
શું છે મામલો?
હિંદુ પક્ષ કૃષ્ણ જન્મભૂમિ સાથે શાહી ઇદગાહ મસ્જિદને અવૈધ ગણાવી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. સાથે જ 13.37 એકર ભૂમિ પર પોતાના સ્વામિત્વ પણ પરત માંગી રહ્યા છે. દાવો છે કે અત્યારે જ્યાં મસ્જિદ છે ક્યારેય ત્યાં કંસનો કારાગર હતો અને ત્યાં જ કૃષ્ણનું મંદિર હતું. મુગલોએ તેને તોડીને ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવી હતી.
કેસને લઇને મથુરાના સિવિલ જજ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ ત્યાં અરજીને નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ હિંદુ પક્ષએ જિલ્લા જજની કોર્ટમાં અપીલ દાખલ કરી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube