મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધન વિસ્તારની મસ્જિદમાં ચાર યુવકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. મંગળવારે સવારે કરવામાં આવેલા આ હનુમાન ચાલીસાના પાઠનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસ એક્શનમાં આવી અને તત્કાલ ચાર યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરનાર યુવકોના નામ સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, કાન્હા અને કૃષ્ણા ઠાકુર છે. આ બધા ગોવર્ધન વિસ્તારમાં રહે છે. હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ લીધા છે. 


મધુબનીઃ રેલીમાં નીતીશ પર એક વ્યક્તિએ ફેંક્યા ડુંગળી-પથ્થર, સીએમ બોલ્યા- હજુ ફેંકો


ફૈઝલ ખાને મંદિરમાં પઢી હતી નમાજ
તમને જણાવી દઈ કે આ પહેલા બ્રજ ચૌરાસી કોસ યાત્રા કરતા બે મુસ્લિમ યુવકો દ્વારા નંદગાંવ સ્થિત નંદબાબા મંદિર પરિસરમાં નમાજ અદા કરવાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ યૂપી પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની ઓળખ ફૈઝલ ખાન અને ચાંદ મોહમ્મદના રૂપમાં થઈ છે. 


પૂજારીએ નોંધાવી હતી ફરિયાદ
મામલામાં મંદિરના પૂજારા ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો હતો કે 29 ઓક્ટોબરે બપોરે આશરે સાડા બાર કલાકે ફૈઝલ ખાન અને ચાંદ મોહમ્મદ જે દિલ્હીની ડિગિંગ સંસ્થાના સભ્ય છે, આ સંસ્થાના આલોક રતન અને નીલેશ ગુપ્સા સાથે આવ્યા. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો કે મુસ્લિમ યુવકોએ મંજૂરી અને જાણકારી વગર મંદિર પરિસરમાં નમાજ અદા કરી અને નમાજ પઢતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરાવ્યા હતા. તેમના આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. સાથે એફઆઈઆરમાં તે કોઈ વિદેશી મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube