J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે `ઓસામા`, ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે.
મહારાષ્ટ્ર: શિવસેના, કોંગ્રેસ-NCP વચ્ચે થઈ મહત્વની બેઠક, લેવાયો આ નિર્ણય
ઓસામા મસૂદનો ઉત્તરાધિકારી ગણાય છે. તેણે વર્ષ 2018માં અફઘાનિસ્તાનમાં ઈસ્લામીક આતંકીઓને તાલીમ આપી અને નવા જેહાદીઓની ભરતીમાં પણ તેની મોટી ભૂમિકા રહે છે. આ અગાઉ તેને માનસેરા જિલ્લાના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પનો ઈન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. આ એ જ કેમ્પ છે જેને ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરીમાં બોમ્બવર્ષા કરીને તબાહ કર્યો હતો.
Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે
બાલાકોટ બાદ ઓસામાને બહાવલપુરમાં જૈશના મુખ્ય સેન્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓસામા મસૂદ અઝહરનો ખુબ ભરોસાપાત્ર છે અને આતંકવાદીઓને મોટિવેટ કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા હોય છે.
મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ
જૈશ એ મોહમ્મદ છેલ્લા દાયકામાં કાશ્મીરમાં સૌથી શક્તિશાળી આતંકવાદીઓનું જૂથ હતું. પરંતુ પહેલા તેનો ચીફ ગાઝી બાબા અને ત્યારબાદ અન્ય મુખ્ય આતંકવાદીઓ માર્યા ગયા પછી ખીણમાંથી આતંકી જૂથનો લગભગ સફાયો થઈ ગયો. તેની જગ્યા મુખ્ય રીતે સૈયદ સલાહુદ્દીનના જૂથ હિજબુલ મુજાહીદ્દીને લીધી. જેમાં સ્થાનિક આતંકીઓની સંખ્યા વધુ હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube