સહારનપુર : સપા-બસપા- રાલોદ મહાગઠબંધને પોતાની લોકસભા ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફુંકતા રવિવારે સહારનપુરમાં એક સંયુક્ત રેલી કરી. આ ચૂંટણી રેલીને સંબોધિત કરતા બસપા પ્રમુખ માયાવતી વિવાદોમાં ઘેરાઇ ગયા છે. તેમાં તેમણએ ધર્મના આધારે મતદાન કરવાની અપીલ કરી. આ રેલીમાં તેમણે મુસ્લિમ વોટર્સને અપીલ કરતા કહ્યું કે, તેઓ ચૂંટણીમાં એકતરફી મતદાન કરે. તેમણે મુસ્લિમ મતદાઓનું આહ્વાન કરતા કહ્યું કે, કોંગ્રેસ નહી પરંતુ માત્ર મહાગઠબંધન જ ભાજપ સામે લડી શકે છે. કોંગ્રેસે મહાગઠબંધનને હરાવવા માટે જ પોતાનાં ઉમેદવાર ઉભા કર્યા છે. જો ભાજપને હરાવ્યા છે તો મુસ્લિમ સમાજનાં તમામ લોકો પોતાનાં મતનું વિભાજન કર્યા વગર મહાગઠબંધનને એકતરફી મતદાન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોપાલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ITની રેડ બાદ પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

માયાવતીનાં આ ભાષણ પર વિવાદ પેદા થઇ ગયો છે. ભાજપે આનો વિરોધ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ ઇલેક્શન કમિશનને આ રેલી અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. ધર્મનાં આધારે મત માંગવો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સ્થાનીક તંત્ર સાથે માયાવતીની સ્પીચ અંગે અહેવાલ માંગ્યો હતો. સહારનપુરનાં દેવબંધમાં બસપા પ્રમુખ માયાવતીએ બિઝનોર, કૈરાના, મુજફ્ફરનગર, બાગપત અને સહારનપુર લોકસભા સીટો પર મુસ્લિમ સમાજ સાથે મહાગઠબંધનના પક્ષમાં એકતરફી મતદાન કરવાની અપીલ કરી. 
VIDEO: કોંગ્રેસનાં કાર્યકર્તાઓ એક પ્લેટ બિરયાની માટે ધારિયા ઉલળ્યાં

ગરીબી દુર કરવાની નવી ફોર્મ્યુલા
માયાવતીએ ગત્ત દિવસોમાં બહાર પડાયેલ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની આલોચના કરતા કહ્યું કે, કોંગ્રેસનાં વડાએ દેશનાં અતિ ગરીબોને મતદાન માટે લલચાવવા મુદ્દે દર મહિને 6 હજાર  રુપિયા ચુકવવાની વાત કરી છે, તેના કારણે ગરીબીનું કોઇ ઉકેલ નહી નિકળે. જો કેન્દ્રમાં અમારી સરકાર બની તો તેઓ અતિગરીબ પરિવારોને 6 હજાર રૂપિયા ચુકવવાનાં બદલે તેમને સરકારી અને બિન સરકારી ક્ષેત્રોમાં સ્થાયી રોજગાર આપવાની વ્યવસ્થા કરશે.