લખનઉ : યુપીમાં બે લોકસભા સીટો પર થનાર પેટા ચૂંટણીને ધ્યાને રાખી સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધનનાં સમાચારોનું બસપા સુપ્રીમોએ ખંડન કર્યું છે. તેમણે ગઠબધનની અટકળો પર વિરામ લગાવતા સ્પષ્ટ કહ્યું કે, એવી માહિતી માત્ર અફવા છે. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યનાં રાજીનામાં બાદ ગોરખપુર  અને ફુલપુર લોકસા સીટ પર થઇ રહેલ પેટા ચૂંટણીમાં સપા અને ભાજપ પોતાની તમામ શક્તિ લગાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંરા અનુસાર બહુજનસમાજવાદી પાર્ટી આ સીટો પર પેટા ચૂંટણીમાં ભાગ નથી લઇ રહી. બીજી તરફ રવિવારે એવા સમાચાર આવ્યા કે સમાજવાદી પાર્ટી અને બસપા વચ્ચે એક સાથે ચૂંટણી લડવા અંગે સંમતી સધાઇ છે. આ ચર્ચાઓ વચ્ચે રવિવારે સાંજે બસપા પ્રમુખ માયાવતીએ પોતે મોર્ચો સંભાળ્યો અને ગઠબંધન અંગે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે, કેટલાક તોફાની તત્વો છે જેઓ અફવા ફેલાવી રહ્યા છે કે અમે ગઠબંધન બનાવી રહ્યા છીએ. જો કે આ પ્રકારનાં તત્વોની અંતે ફજેતી જ થાય છે.


જો કે માયાવતીએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ભાજપને હરાવનાર ઉમેદવારને તેમની પાર્ટી સમર્થન કરશે. એટલું જ નહી તેમણે હાલની પેટા ચૂંટણી સંદર્ભે કહ્યું કે, તેમની પાર્ટી કોઇ ઉમેદવારને નહી ઉતારે. સાથે જ કહ્યું કે, અમારી પાર્ટી કાર્યકર્તા ભાજપ ઉમેદવારને હરાવવા માટે કામ કરશે. આ બાહ્ય ટેકાને માયાવતીએ ચૂંટણીથી અલગ બાબત ગણાવી. તેણે કહ્યું કે, યુપીમાં હાલમાં જ રાજ્યસભા વિધાનપરિષદમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સપા અને બસપા દ્વારા એક બીજાને મત્ત ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તો તે કોઇ ચૂંટણીનું ગઠબંધન નથી.


ભવિષ્યમાં ભાજપ વિરોધી દળો સાથે ગઠબંધન અંગે પુછાતા તેણે કહ્યું કે, જ્યારે ચૂંટણી થશે ત્યારે તેઓ આ અંગે વિચારશે. તેમણે ગઠબંધન સાથેની પોતાી શર્તો પણ મુકી. ગઠબંધન કરતા સમય સુધી અમે જોઇશું કે લોકસભામાં સામાન્ય ચૂંટણીમાં અમારી પાર્ટીને સન્માન જનક સીટો મળે છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે, માયાવતીની પ્રેસ કોન્ફરન્સ પહેલા અલ્હાબાદ બસપા કોઓર્ડિનેટર અશોક કુમાર ગૌતમે રવિવારે મીટિગ બાદ સપા સભ્ય નાગેન્દ્ર સિંહ પાટેલને સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપને હરાવવા માટે તેઓ જીતી રહેલા સભ્યોને સમર્થન આપશે.