ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકા (USA) ના યુનાઈટેડ કમિશન ઈન્ટરનેશનલ ફ્રીડનમ (USCIRF) ના નિવેદનને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે USCIRF પર શાબ્દિક હુમલો કર્યો છે. ગુજરાતની ઘટનાને ધાર્મિક રંગ આપવાના USCIRF ના પ્રયાસોને વિદેશ મંત્રાલયે નકારી કાઢીને તેને બાલિશ હરકત ગણાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, USCIRF ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દા પર ગુમરાહ કરવાનો રિપોર્ટ ફેલાવી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં મેડિકલ પ્રોફેશનલ પ્રોટોકોલનું પૂરતુ પાલન કરી રહ્યાં છે. ગુજરાતના સિવિલ હોસ્પિટલમાં ધર્મના આધારે દર્દીઓને અલગ અલગ રાખીને રાખવામાં કરવામાં નથી આવી રહી. આ વાતને ગુજરાત સરકાર પહેલે જ નકારી ચૂક્યું છે. USCIRF ને તેને ધાર્મિક રંગ આપવાથી બચવું જોઈએ. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત સરકાર પણ અમાદાવાદમાં કોરોનાના દર્દીઓની સાથે ધર્મના આધાર પર ભેદભાવ કરવાની વાતને નકારી ચૂક્યું છે. ગુજરાતના સ્વાસ્થય મંત્રાલયના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ તરફથી બુધવારે ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, મીડિયામાં કેટલાક એવા રિપોર્ટ આવી રહ્યાં છે, જેમાં કહેવાયું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધર્મના આધારે કોરોનાના દર્દીઓ માટે ધર્મના આધારે અલગ અલગ વોર્ડ છે. આ રિપોર્ટ ખોટી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર