નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે ગિલગીટ-બાલ્ટિસ્તાન પર વિનાશક કૃત્ય કરવાનું બંધ કરે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, પાકિસ્તાનને ગિલગીટ બાલ્ટિસ્તાનની સ્થિતિ બદલવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાનની પાસે કોઈ કાયદાકીય આધાર નથી કે તે સેનાની મદદથી તે વિસ્તારની સ્થિતિ સાથે છેડછાડ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન ગિલગીટ-બાલ્ટિસ્તાનને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તૈયારીમાં છે. પાકિસ્તાને આ ક્ષેત્રમાં 15 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ બુધવારે ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના સંબંધમાં નોટિફિકેશન જારી કર્યું હતું. ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં ગત 18 ઓગસ્ટના વિધાનસભા ચૂંટણી કરાવવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. 


હાલમાં કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટિસ્તાન મામલાના મંત્રી અલી અમીન ગંડાપુરે કહ્યુ કે, પ્રધાનમંત્રી ઇમરાન ખાન જલદી આ ક્ષેત્રને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરશે. ત્યારબાદ ગિલગીટ-બાલ્ટિસ્તાનને એક પૂર્ણ રાજ્ય તરીકે બધા બંધારણીય અધિકાર મળી જશે. 16 સપ્ટેમ્બરે સરકારે આ મામલા પર વિપક્ષી નેતાઓ અને સેના પ્રમુખ જનરલકમર જાવેદ બાઝવાની સાથે ચર્ચા કરી હતી. 


શ્રીનગરમાં એડવોકેટ  બાબર કાદરીની અજાણ્યા બંદૂકધારીએ ગોળી મારીને કરી હત્યા   


ભારતે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ગિલગીટ-બાલ્ટિસ્તાન પર તેમને કોઈ અધિકાર નથી. આ ક્ષેત્ર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખનો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે, જે કાયદાની દ્રષ્ટિએ અપરિવર્તનીય છે. હકીકતમાં પાકિસ્તાન પોતાના મિત્ર ચીનની રાહ પર સતત ઉશ્કેરવાની કાર્યવાહીને અંજામ આપી રહ્યું છે. પાકિસ્તાન સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરતું રહે છે. 


ચીન સાથે ચાલી રહેલા તણાવના મામલા પર અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યુ કે બંન્ને દેશોએ જલદી વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. પાછલા સોમવારે બંન્ને દેશો વચ્ચે આશરે 14 કલાક સુધી કમાન્ડર સ્તરની વાર્તા થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં સહમતિ બની હતી કે બંન્ને દેશ સરહદ પર સૈનિકોની તૈનાતી કરશે નહીં. એટલું જ નહીં બંન્ને દેશ એવું કોઈ પગલું નહીં ભરે, જેમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ થાય. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube