નવી દિલ્હી : 25 ડિસેમ્બર, 2010ની સવારે 10.30 વાગ્યે શ્રીહરિકોટા ખાતે ઇસરોનાં મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિકોનાં શ્વાસ રોકાઇ ગયેલા હતા. જીએસએલવી-એફ 06 રોકેટ પર સંચા ઉપગ્રહ જીસેટ-5પી મુકેલો હતો. બરોબર ચાર મિનિટ પછી 10.34 વાગ્યે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. જો કે લોન્ચ કર્યાનાં 53.8 સેકન્ડ બાદ જોયું તો રોકેટ હવામાં જ અગન ગોળો બની ગયું હતું અને ધ્વસ્ત થયું હતું. લોકો અને વૈજ્ઞાનિકોનાં ચહેરા પર નિરાશા છવાઇ ગઇ હતી. ઇસરોએ આશરે 325 કરોડ રૂપિયાનું (175 કરોડનું જીએસએલવી-એફ 06 અને 150 કરોડ રૂપિયાનું જીસેટ-5પી) નું નુકસાન થયું હતું. આ ઉપરાંત હજારો વૈજ્ઞાનિકોની મહિનાઓની મહેનત પણ પાણીમાં ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, તે વાતને ઘણા ઓછા લોકો જાણે છે કે ઇસરોનાં વૈજ્ઞાનિકોનું કામ માત્ર રોકેટ લોન્ચ થાય એટલે પુર્ણ નથી થઇ જતું. જો રોકેટ દિશા ભટકી જાય અથવા તેમાં કોઇ મોટી ખામી અચાનક સર્જાય તો તેને હવામાં જ વિસ્ફોટ દ્વારા ધ્વસ્ત કરી દેવાની જવાબદારી વૈજ્ઞાનિકોની હોય છે.  2010માં પણ જીએસએલવી-એફ06 રોકેટને જ આ પ્રકારે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. આવો જાણીએ આ રોકેટને ધ્વસ્ત કરનારા ઇસરોનાં પૂર્વ વૈજ્ઞાનિકની રસપ્રદ કહાની, જેણે સરકારનાં કરોડો રૂપિયાનો હવામાં જ ધુમાડો કરી નાખ્યો. જેથી દિશા ભટકેલા રોકેટથી જાનમાલને કોઇ નુકસાન ન પહોંચે. 


આઝમના નિવેદન પર હંગામો, સ્મૃતિએ કહ્યું-'આવી ટિપ્પણી સંસદ બહાર કરી હોત તો પોલીસ કાર્યવાહી કરત'
કારગિલ વિજય દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીનગરમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ
ઇસરોનાં ઇતિહાસમાં રોકેટને હવામાં જ ધ્વસ્ત કર્યાનાં 2 જ કિસ્સા નોંધાયેલા છે. પહેલો 2006માં અને બીજો 2010માં નોંધાયો છે. આ રોકેટ સાયન્ટીસ્ટે પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન દિવંગત ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સાથે અગ્નિ મિસાઇલનાં પરિક્ષણ સમયે સંરક્ષણ ઓફીસર તરીકે કામ કર્યું હતું. આ વિભુતીનું નામ છે વિનોદ કુમાર શ્રીવાસ્તવ.


કારગિલ વિજય દિવસ: સુધીર ચૌધરી સાથે જુઓ કારગિલ યુદ્ધ વખતની સ્થિતિ VIDEO
5-7 સેકન્ડમાં કરોડો રૂપિયાની સંપત્તીનો નાશ કરવાનો નિર્ણય લેવાયો
જ્યારે જીએસએલવી-એફ 06નુ લોન્ચિંગ થવાનું હતું ત્યારે હું સતીશ ધવન સ્પેસ સેંટરમાં રેંજ સેફ્ટી ઓફીસર હતો.  મારુ કામ હતું રોકેટ અને રેંજની સેફ્ટી કરવી. અહીં સેફ્ટી નો અર્થ સુરક્ષા નથી. વૈજ્ઞાનિકો તેને સંરક્ષા કહે છે. જેનો સીધો અર્થ છે કોઇ અઘટીત ન બને. જીએસએલવી-એફ 06નાં લોન્ચિંગ બાદ 47.5 સેકન્ડ સુધી બધુ જ યોગ્ય હતું. જો કે અચાનક 47.8મી સેકન્ડે તે દિશા ભટકવા લાગ્યું. ત્યાર બાદ રોકેટમાં અચાનક ખામીઓ સર્જાવા લાગી.જેથી આખરે મારે રોકેટને તોડી પાડવાનો નિર્ણય લેવો પડ્યો અને 53.8મી સેકન્ડે મે રોકેડ તોડવાનો કમાન્ડ આપ્યો.