કારગિલ વિજય દિવસ: સુધીર ચૌધરી સાથે જુઓ કારગિલ યુદ્ધ વખતની સ્થિતિ VIDEO
કારગિલ વિજય દિવસ : 1999માં મે-જૂન મહિનામાં 17000 ફૂટની ઊંચાઈ પર કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસણખોરો સ્વરૂપે ઘૂસી ગયાં. ભારતની મહત્વની ચોકીઓ પર કબ્જો અને વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પર કબ્જો જમાવવાના ઈરાદે કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસી ગયાં. યુદ્ધના મેદાનમાં જો દુશ્મન ટોચ પર હોય તો તે તમને સરળતાથી જોઈ શકે છે. તમારી રણનીતિ નિષ્ફળ થઈ જતી હોય છે. પરંતુ આમ છતાં આ બધાનો લાભ તેમને મળ્યો નહીં
Trending Photos
કારગિલ વિજય દિવસ : 1999માં મે-જૂન મહિનામાં 17000 ફૂટની ઊંચાઈ પર કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસણખોરો સ્વરૂપે ઘૂસી ગયાં. ભારતની મહત્વની ચોકીઓ પર કબ્જો અને વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પર કબ્જો જમાવવાના ઈરાદે કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન ઘૂસી ગયાં. યુદ્ધના મેદાનમાં જો દુશ્મન ટોચ પર હોય તો તે તમને સરળતાથી જોઈ શકે છે. તમારી રણનીતિ નિષ્ફળ થઈ જતી હોય છે. પરંતુ આમ છતાં આ બધાનો લાભ તેમને મળ્યો નહીં.
આવું એટલા માટે કારણ કે જ્યારે ભારતની તોપોએ ટોપ પર બેઠેલા પાકિસ્તાની સેનાના બંકરો પર ગોળા વરસાવવાનું શરૂ કર્યું અને એક પછી એક ચોકીઓ પર કબ્જો જમાવવા માંડ્યો અને પછી જ્યારે ટાઈગર હિલ પર તિરંગો લહેરાવ્યો તો પાકિસ્તાનને ક્યાંય મોઢું છૂપાવવાની જગ્યા ન મળી. તેણે કોઈ પણ શરત વગર સૈનિકોને પાછા બોલાવી લીધા. ત્યારબાદ વર્ષો સુધી તે કહેતું આવ્યું કે આ અભિયાનમાં પાકિસ્તાની સેનાની નહીં પરંતુ ઘૂસણખોરોની ભૂમિકા હતી. પરંતુ દેશ દુનિયામાં તેની દલીલો કોઈએ માની નહીં.
જુઓ VIDEO...
ઓપરેશન વિજય જ્યાં એકબાજુ ભારત માટે ગર્વની પળ બન્યું ત્યાં કારગિલથી ખદેડી નાખ્યા બાદ આ જંગ પાકિસ્તાન માટે શર્મિંદગીનું કારણ બની. આ જંગ અનેક અર્થમાં ખાસ ગણાય છે. કારણ કે પરમાણુ સંપન્ન થયા બાદ બંને દેશ પહેલીવાર જંગના મેદાનમાં આમને સામને આવ્યાં હતાં.
60 દિવસ સુધી ચાલ્યું હતું કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું. 26 જુલાઈના રોજ તેનો અંત થયો. ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનના કબ્જાવાળી જગ્યાઓ પર હુમલો કર્યો. આ યુદ્ધ ઊંચાણવાળા વિસ્તારમાં થયું હતું. બંને દેશોની સેનાઓને લડવામાં ખુબ મુશ્કેલીઓ પડી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ સેના તરફથી કરાયેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના 527 જવાનો શહીદ થયા હતાં. જ્યારે લગભગ 1363 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. આ યુદ્ધમાં પાકિસ્તાનના 3000 જેટલા સૈનિકો માર્યા ગયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે