દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં શનિવારે એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ભાજપના નેતાના આ 'વેશ્યાલય' પર રેડ પાડી 6 કિશોર બાળકીને બચાવવાની સાથે જ 73 લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન દારૂની લગભગ 400 બોટલ અને 500થી વધુ કોન્ડોમ મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના એસપી વિવેકાનંદ સિંહે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે એક ગુપ્ત સૂચનાના આધારે આતંકવાદીમાંથી નેતા બનેલા મરકના સ્વામિત્વવાળા ફાર્મહાઉસ રિંપૂ બાગાન પર શનિવારે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન અમે છ સગીરને બચાવી છે, જેમાં ચાર છોકરા અને બે છોકરીઓને બચાવ્યા છે. આ બાળકો વેશ્યાવૃત્તિ માટે મેઘાલય ભાજપના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેમના સહયોગીઓ દ્વારા રિંપૂ બાગાનમાં ગંદા કેબિન જેવા રૂમમાં બંધ મળ્યા હતા. 

રણવીરના નિવસ્ત્ર ફોટોશૂટ પર દીપિકા પાદુકોણે આપ્યું આવ્યું રિએક્શન, બીબી હો તો ઐસી


એસપીએ જણાવ્યું કે તમામ બાળકોને સુરક્ષિત અને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી માટે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે રેડમાં 27 વાહનો, 8 ટુ વ્હીલર, લગભગ 400 બોટલ દારૂ, 500થી વધુ કોન્ડોમ અને ક્રોસબો અને તીર જપ્ત કરવામાં આવ્યા હતા. 


30 રૂમમાં થાય છે ગેરકાયદેસર કારોબાર
અધિકારીઓએ જણાવ્યું કે 73 લોકોને તેમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે ફાર્મહાઉસમાં 30 નાના રૂમ છે. પોલીસ અધિકારી કહ્યું કે આ તે જ જગ્યા છે, જ્યાં એક છોકરીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેના સંબંધમાં ફેબ્રુઆરીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે છોકરીના પરિજનોને તેનું એડ્રેસ રિંપૂ બાગાન જણાવ્યું હતું. વિવેકાનંદ સિંહે કહ્યું કે એક અઠવાડિયા પહેલાં ઘણી સગીરાનું યૌન શોષણ થયું હતું અને કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી તેને તેના મિત્રને રિંપૂ બાગાન લઇ ગયા હતા. 

17 વર્ષની છોકરી સાથે સંબંધ બનાવવા માટે અરબપતિએ આપ્યા 60 લાખ રૂપિયા?


પોલીસે શનિવારે પાડી રેડ
અધિકારીએ કહ્યું કે તુરા શહેરના નિવાસીઓની ઘણી મૌખિક ફરિયાદો મળી હતી. જેમાં આરોપ પણ લગાવ્યો હતો કે રિંપૂ બાગાનમાં અનૈતિક ગતિવિધિઓ ચાલી રહી હતી, ત્યારબાદ ઓપરેશનની યોજના બનાવવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસના ઘણા યુવક અને યુવતિઓ કપડાં વિના અને દારૂ સાથે મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ 68 ની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહક અને ત્રણ કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube