17 વર્ષની છોકરી સાથે સંબંધ બનાવવા માટે અરબપતિએ આપ્યા 60 લાખ રૂપિયા?

ફોર્બ્સના અનુસાર ડેરિલ કાર્ટ્સ 351 અરબ રૂપિયાના સંપત્તિના માલિક છે. ફાર્માસ્યુટિકલ કંપની સાથે રિયલ એસ્ટેટમાં પણ તેમની દરમિયાનગિરી છે. તેમનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં ડેરિલ પર બ્રાજીલી મોડલ Griece Santo સાથે સંબંધ બનાવવા માટે 15 લાખ રૂપિયા ઓફર કરવાનો આરોપ લાગ્યો હતો

17 વર્ષની છોકરી સાથે સંબંધ બનાવવા માટે અરબપતિએ આપ્યા 60 લાખ રૂપિયા?

61 વર્ષના અરબપતિ પર એક કિશોર છોકરીને સંબંધ બનાવવા માટે 60 લાખ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. એક કપલે કેસમાં અરબપતિનું નામ આવ્યું છે. જે પોતે છોકરી સાથે યૌન શોષણના આરોપી છે. છોકરીએ કપલ પર આરોપ લગાવ્યો છે કે ગન પોઇન્ટ પર રેપ કરવામાં આવ્યો. તેને લઇને કપલના વિરૂદ્ધ કોર્ટ કેસ કરવામાં આવ્યો છે. 

તાજેતરમાં આ મામલે કપલે અમેરિકાની Nevada ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરી જવાબ આપ્યો. સેઝ હમ્ફ્રીઝ (છોકરી)ના આરોપો પર કપલે કહ્યું કે તે હમ્ફ્રીઝ સહમતિથી Throuple Relationship માં હતા, જેમાં 61 વર્ષના અરબપતિ ડેરિલ કાટ્ઝ પણ સામેલ હતા. 

જોકે ડેરિલ કાટ્ઝના વકીલે આ આરોપોને નકારી કાઢ્યા છે. વકીલે કહ્યું કે ડેરિલ અને હમ્ફ્રીઝ 2016 માં બે વ આર મળ્યા હતા, પરંતુ તેમની વચ્ચે કોઇ રિલેશનશિપ ન હતી. બંને એક ફિલ્મ પ્રોજેક્ટના મુદ્દે મળ્યા હતા. 

તો બીજી તરફ કપલ મિશેલ ટેલર અને તેમની પત્ની ડસ્ટીએ આરોપ લગાવ્યો કે હમ્ફ્રીઝ અરબપતિ ડેરિલ માટે એક Child Prostitute હતી. કપલે કથિત રીતે હમ્ફ્રીઝ અને ડેરિલ વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશોર્ટ કોર્ટમાં રજૂ કર્યા જેમાં પૈસાની લેણદેણની વાત કરવામાં આવી છે. કપલે જણાવ્યું કે તે સમયે ડેરિલ 53 વર્ષના હતા અને હમ્ફ્રીઝ 17 વર્ષની હતી. જોકે હવે હમ્ફ્રીઝ હવે 24 વર્ષની થઇ ગઇ છે. તે એક પ્રોફેશનલ બેલી ડાન્સર અને મોડલ છે. 

ફોર્બ્સના અનુસાર ડેરિલ કાર્ટ્સ 351 અરબ રૂપિયાના સંપત્તિના માલિક છે. ફાર્માસ્યુટિકલ કંપની સાથે રિયલ એસ્ટેટમાં પણ તેમની દરમિયાનગિરી છે. તેમનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં ડેરિલ પર બ્રાજીલી મોડલ Griece Santo સાથે સંબંધ બનાવવા માટે 15 લાખ રૂપિયા ઓફર કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે પણ ડેરિલે આરોપોને નકારી કાઢ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news