શ્રીનગર: રિસોર્ટમાં નજરકેદ મહેબુબા મુફ્તી સાથે માતા અને બહેને કરી મુલાકાત
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા બાદ હવે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં રોનક પાછી ફરી રહી છે. પરંતુ સુરક્ષા કારણોસર હજુ પણ કેટલાક કાશ્મીરી નેતાઓ નજરકેદ છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા બાદ હવે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં રોનક પાછી ફરી રહી છે. પરંતુ સુરક્ષા કારણોસર હજુ પણ કેટલાક કાશ્મીરી નેતાઓ નજરકેદ છે. અન્ય નેતાઓની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તી પણ નજરકેદ છે. ગુરુવારે સાંજે મહેબુબા મુફ્તીના માતા અને બહેન રૂબિયા સઈદે તેમની મુલાકાત કરી. મહેબુબા મુફ્તીને હાલ શ્રીનગરના ચશ્માશાહી રિસોર્ટમાં નજરકેદ રાખવામાં આવ્યાં છે.
પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ
કહેવાય છે કે મહેબુબા મુફ્તીના પુત્રી સનાન તરફથી પહેલીવાર ડીસી ઓફિસમાં 27 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે મહેબુબા મુફ્તીને મળવા અંગે અરજી આપવામાં આવી હતી. જેના પર તેમને એ જાણકારી આપવામાં આવી કે મહેબુબા મુફ્તીને મળવા માટે પ્રશાસન પાસેથી કોઈ પણ મંજૂરી લેવાની જરૂર નથી.
જુઓ LIVE TV