પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ 

પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર લેક ટાઉનમાં આજે સવારે કથિત રીતે હુમલો થયો. કહેવાય છે કે આ હુમલો તેઓ જ્યારે સવાર સવારમાં પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક અને ચાય પે ચર્ચા માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયો.

Updated By: Aug 30, 2019, 09:58 AM IST
પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ 
ફાઈલ ફોટો

કોલકાતા: પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર લેક ટાઉનમાં આજે સવારે કથિત રીતે હુમલો થયો. કહેવાય છે કે આ હુમલો તેઓ જ્યારે સવાર સવારમાં પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક અને ચાય પે ચર્ચા માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયો. તે વખતે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સમર્થકોની હાજરીમાં ભીડે તેમને ઘેરી લીધા અને  હુમલો કર્યો. 

સેના પ્રમુખ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે, કલમ 370 હટ્યા બાદ આ પહેલો પ્રવાસ

દિલિપ ઘોષે આ ઘટના માટે ટીએમસીના સમર્થકો પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલામાં તેમની સાથે રહેલા ભાજપના બે કાર્યકરો પણ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે દિલિપ ઘોષ પર અગાઉ પણ અનેકવાર હુમલા થયા છે. આ વર્ષ મે મહિનામાં તેઓ જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા હેમંત બિસ્વ સરમા સાથે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને કાફલા પર ખેજુરીમાં હુમલો થયો હતો. જો કે તેમને કોઈ નુકસાન થયું નહતું. પરંતુ બે વાહનોમાં તોડફોડ થઈ હતી. 

જુઓ LIVE TV

આ ઘટનાની જાણકારી મળતા સીઆરપીએફ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધો અને સીઆરપીએફને ઘટનાસ્થળે પહોંચવા દીધી નહીં. આજ રીતે ગત વર્ષે ડિસેમ્બરમાં ઘોષની ગાડી પર  કૂચબિહાર જિલ્લાના સીતલકૂચી વિસ્તારમાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. ઘોષ ભાજપની રથયાત્રામાં ભાગ લેવા માટે કૂચબિહારમાં હતાં. તેઓ જ્યારે જિલ્લાના મઠભાંગામાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમની ગાડી પર હુમલો થયો હતો.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...