Aryan Khan પર આ નેતાએ ટ્વિટ કરીને કહ્યું- `મુસ્લિમ હોવાના કારણે પરેશાન કરવામાં આવે છે`
એનસીબીએ મુંબઈમાં ચાલી રહેલી એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને 8 લોકોની અટકાયત કરી હતી. જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ હતો. પૂછપરછ બાદ આ તમામ 8 લોકોની ધરપકડ થઈ હતી.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ચીફ મહેબુબા મુફ્તીએ ડ્રગ્સ કેસમાં આરોપી બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર કાર્યવાહીને મુદ્દો બનાવતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મહેબુબા મુફ્તીએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા ઉપર પણ નિશાન સાધ્યું.
મહેબુબા મુફ્તીએ કેન્દ્ર પર લગાવ્યો આરોપ
મહેબુબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર પર કાર્યવાહી કરીને ઉદાહરણ રજુ કરવાની જગ્યાએ કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષની ઉંમરના છોકરાની પાછળ ફક્ત એટલા માટે પડી ગઈ છે કારણ કે તેની સરનેમ ખાન છે. ન્યાયની વિડંબણા છે કે ભાજપના કોર વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube