Weather Update : થોડા દિવસોથી ભારે તડકો નિકળવાના લીધે લોકોને ઠંડીની મારમાંથી રાહત મળી છે. એવામાં હવામાન વિભાગે ફરી એકવાર પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ઉત્તરાખંદમાં ફરી એકવાર હવામાન બદલાશે, સોમવારે (19 ફેબ્રુઆરી) થી નૈનીતાલના ઘણા વિસ્તારોમાં વરસદ અને હળવી ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 19 થી 21 ફેબ્રુઆરી સુધી પ્રદેશની 2500 થી 3000 મીટરની ઉંચી પહાડી પર હિમવર્ષાની સંભાવના છે. જેની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. ઉત્તરકાશી, ચમોલી, ચંપાવત, પિથોરગઢ, અલ્મોડા, નૈનીતાલ વિસ્તારમાં હિમવર્ષા થઇ શકે છે, જેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?
ખેતીમાં કરી શકો છો AI નો ઉપયોગ, મજૂરની માથાકૂટ નહી અને ઓછા સમયમાં થશે બમણી કમાણી


હવામાન વિભાગે 19 થી 21 ફેબ્રુઆરી વચ્ચે હવામાનને લઇને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામન વિભાગના અનુસાર પશ્વિમી વિક્ષોભના લીધે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. 19 થી 21 ફેબ્રુઆરી સુધી હિમાચલ, જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. જેની અસર મેદાની વિસ્તારોમાં પણ પડશે. 


ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ


હિમવર્ષાની ચેતવણી બાદ ખીલી ઉઠ્યા વેપારીઓના ચહેરા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં 19 થી 21 ફેબ્રુઆરી વચ્ચે નોંધપાત્ર હિમવર્ષા થઈ શકે છે. આ વખતે વર્ષનો ત્રીજો હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પ્રવાસીઓ આવવાની શક્યતા વધી રહી છે. આ વિસ્તારમાં ફરી એકવાર પ્રવાસન વ્યવસાયમાં તેજી આવવાની છે. મોટાભાગના પ્રવાસીઓ બરફવર્ષાવાળા વિસ્તારોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. 


સુરત પોલીસે બનાવ્યું દેશનું પ્રથમ ‘ચેટબોટ’, AI આપશે સાઈબર ફ્રોડની દરેક માહિતી
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો


ઉત્તરાખંડના નૈનીતાલમાં દર વર્ષે ઘટતી હિમવર્ષાના કારણે અહીંનું પર્યટન ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે, તેથી આ પ્રવાસીઓ હવે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો તરફ વળ્યા છે જેમાં ઓલી ઉત્તરકાશી પ્રથમ આવે છે. હવામાન વિભાગની ચેતવણી બાદ ફરી એકવાર આ વિસ્તારના પ્રવાસન વ્યવસાયીઓના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. વરસાદ અને ગાજવીજની ચેતવણી બાદ સરકાર પણ સતર્ક દેખાઈ રહી છે. પ્રશાસને તમામ જિલ્લાઓને એલર્ટ જાહેર કરી દીધા છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે કહેવામાં આવ્યું છે.


Teeth Whitening: હસવું બની ગયું છે મુશ્કેલ? આ ઘરેલુ ઉપાયોથી મોતી જેવા ચમકશે દાંત
3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની


હિમાચલ પર્યટકોના આગમનમાં થયો વધારો
હિમાચલ પ્રદેશમાં ગત વર્ષે ભારે વરસાદ, ધુમ્મસ, પૂર અને લેડસ્લાઇડ થતાં પરેશાનીઓ છતાં પર્યટકોનું આગમન 2022 ના 1.51 કરોડથી વધીને 1.60 કરોડ થઇ ગયું હતું. ગત વર્ષની પ્રથમ છ મહિનામાં જૂન સુધી એક કરોડથી વધુ પર્યટકો રાજ્યમાં આવ્યા હતા. જેમાં 99,78,504 ઘરેલુ અને 28,239 વિદેશી પર્યટકો સામેલ હતા. સરકારી આંકડા અનુસાર રસ્તા બંધ હોવા છતાં નવ અને 10 જુલાઇના રોજ 75,000 ફસાયેલા પર્યટકોને રાજ્યમાંથી નિકાળવા પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ્લુ આંતરરાષ્ટ્રીય દશેરા દરમિયાન પર્યટકોની મોટી સંખ્યાએ પર્યટન ઉદ્યોગને ફરી પાટા પર લાવી દીધો હતો. 


Yashasvi Jaiswal ધ્વસ્ત કર્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, એક સીરીઝમાં જ સૂરમાઓને આપી માત
AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?


NCR ની કેવી રહેશે સ્થિતિ
દેશની રાજધાનીમાં આગામી અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદ અને ધુમ્મસનું અનુમાન છે. હવામાન વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો સહિત દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. અધિકત્તમ અને ન્યૂનતમ તાપમાન  27°C અને 9°C ની આસપાસ રહેવાની સંભાવના છે.