નવી દિલ્હી: રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation) ની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની તપાસ કરશે. ગડબડીઓની તપાસ માટે મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. ફાઉન્ડેશનની તપાસ PMLA, આવકવેરા અધિનિયમ અને FCRA એક્ટ હેઠળ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ત્રણ લાખ અમેરિકી ડોલર (લગભગ 2.26 કરોડ રૂપિયા)ની રકમ મળી હતી. 


પાર્ટી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસે જણાવવું જોઈએ કે આટલી મોટી રકમ કયા મુદ્દે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળી હતી? આ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી છે અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના સભ્ય છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube