નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ અને તેની સાથે સંકળાયેલા વિસ્તાર પૂર્વી-મધ્ય અરબ સારહની ઉપર 31 મેથી 4 જૂન દરમિયાન એક ઓછા દબાવનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કહ્યુ કે, આ સ્થિતિ દર્શાવે છે કે કેરલમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત 1 જૂનથી થી શકે છે. તો ભારતીય હવામાન વિભાગ  (Indian Meteorological Department, IMD)એ કહ્યું કે, કેરલમાં એક જૂનથી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોનસૂન માટે પરિસ્થિતિઓ અનુકૂળ
હવામાન વિભાગ તરફથી જારી બુલેટિનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન માલદીપ-કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગ, દક્ષિણ બંગાળની ખાડીને કેટલોક ભાગ અને અંડમાન સાગર તથા અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના બાકીના ભાગમાં આગળ વધ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધતું જશે કારણ કે આગામી 8 કલાક દરમિયાન માલદીવ-કોમોરિન ક્ષેત્રના કેટલાક અન્ય ભાગમાં તેના માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. આ કેરલમાં ચોમાસુ દાખલ ખવા અને વરસાદની સિઝનની શરૂઆત માટે શુભ સંકેત છે. 


દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન

આ ક્ષેત્રોમાં ભારે વરસાદની આગાહી
સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે કેરલ, દક્ષિણી-આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગમાં પ્રી-મોનસૂન વરસાદ યથાવત રહેશે. તો અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદીપ પર ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દેશના બીજા ભાગમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો રાજસ્થાન, મદ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંતરિક મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં લૂના પ્રકોપની સાથે હવામાન શુષ્ક રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર