દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે એક પત્રકાર પરિષદમાં દેશમાં કોવિડ 19 માટે વેક્સીન તૈયાર કરવા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, કેટલિક કંપની ઓક્ટોબર સુધી વેક્સીન ટ્રાયલના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી કેટલિક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. તેમણે જણાવ્યુ કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.
ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં આરએન્ડડી કરી રહી છે. લાગે છે કે ઓક્ટોબર સુધી પ્રી ક્લીનિકલ અભ્યાસ થઈ જશે. કેટલિક ફેબ્રુઆરી 2021માં પ્રોટીન બનાવીને વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે. કેટલાક સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.
વેક્સીન બનાવવામાં સામાન્યથી 100 ગણો થશે ખર્ચ
તેમણે કહ્યુ કે, સામાન્ય રીતે વેક્સીન બનાવવામાં 10-15 વર્ષ લાગે છે અને તેનો ખર્ચ 20 કરોડથી 30 કરોડ ડોલર સુધી આવે છે. કારણ કે કોવિડ 19 માટે એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરવાનું લક્ષ્ય છે, તેવામાં ખર્ચ વધીને 20 અબજથી 30 અબજ ડોલર થઈ શકે છે. તેમણે કહ્યુ કે, સામાન્ય રીતે વેક્સીન તૈયાર થવામાં 10થી 15 વર્ષ લાગે છે અને ખર્ચ થાય છે 20 થી 30 કરોડ ડોલર. હવે અમારો પ્રયત્ન છે કે 10 વર્ષને ઘટાડીને એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરી દઈએ. ત્યારે અમારે ઘણા મોરચા પર એક સાથે આગળ વધવુ પડશે. તેમાં રેગ્યુલેટરી લેવલથી લઈને ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને ઝડપી કરવી પડશે અને ત્યારે ખર્ચ વધીને 2થી 3 અબજ ડોલર થઈ શકે છે.
ભારતની રસી વિશ્વમાં ટોપ
ડો. રાઘવને કહ્યુ કે, ભારતમાં તૈયાર વેક્સીન વિશ્વમાં ટોપ ક્લાસની છે. દેશ માટે ગૌરવની વાત છે કે વિશ્વભરના બાળકોને જે ત્રણ વેક્સીન આપવામાં આવે છે, તેમાંથી બે ભારતમાં બને છે. પાછલા કેટલાક વર્ષોમાં વેક્સીન કંપનીઓ ન માત્ર મેન્ચુફેક્ચરિંગ કરી રહી છે, પરંતુ આરએન્ડડીમાં પણ રોકાણ કરી રહી છે. આ રીતે આપણા સ્ટાર્ટઅપ્સ પણ આ ક્ષેત્રમાં મોટું યોગદાન આપી રહ્યાં છે. સાથે વ્યક્તિગત એકેડેમિક પણ આ કામ કરી રહ્યાં છે.
આ ચાર રીતે બની છે વેક્સીન
તેમણે વેક્સીન બનાવવાની ચાર રીત વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યુ, પ્રથમ રીત ચે, એમઆરએનએ વેક્સીન. તેમાં વાયરસના જેનેટિક મરીરયલ લઈને તેને ઇંજેક્ટ કરી લેવામાં આવે છે. આપણું શરીર તેને ટ્રાન્સલેટ કરીને વાયરલ પ્રોટીન બનાવે છે. પછી જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો ઇમ્યૂન રિસ્પોન્સ તૈયાર હોય છે. બીજો વિકલ્પ છે સ્ટાન્ડર્ડ વેક્સીન. તેમાં વાયરસના નબળા વર્ઝનને લેવામાં આવે છે. આપણે ત્યાં રોટાવૈક વેક્સીન આવી હતી, તેરોટાવૈક સ્ટ્રેનથી બનાવવામાં આવી હતી. કોવિડ 19 માટે પણ આ પ્રયાસ થઈ રહ્યો છે. ત્રીજી પદ્ધતિમાં કોઈ અન્ય વાયરસના વેકબોનમાં આ વાયરસના પ્રોટીન કોડિંગ રીઝનને લગાવીને વેક્સીન બનાવવામાં આવે છે. ચોથી રીતમાં વાયરસના પ્રોટીન લેબમાં બનાવીને બીજા સ્ટિમૂલસની સાથે લગાવવામાં આવે છે. ડો. રાઘવને કહ્યુ કે, વિશ્વભરમાં આ ચાર રીતે વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીની મોટી ભૂમિકા
તો નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 પર બનેલા એમ્પાવર્ડ ગ્રુપ-1ના ચેરમેન ડો. વી કે પોલે કહ્યુ કે, વિક્ષાન અને ટેકનીકની કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં મોટી ભૂમિકા છે અને ખુશીની વાત છે કે આપણા દેશમાં વિક્ષાન અને ટેક્નોલોજીનો વ્યાપ ખુબ મોટો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે