નવી દિલ્હી: મોદી કેબિનેટે આજે નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આ નિર્ણય કર્યો છે. શિક્ષણ નીતિમાં આ ફેરફાર 34 વર્ષ બાદ થયા છે. આવો જાણીએ નવી શિક્ષણ નીતિ સાથે જોડાયેલી 10 વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ઓછામાં ઓછું 5મા ધોરણ સુધી અને આઠમા અને તેનાથી આગળ પણ શક્ય થયું તો સ્થાનિક ભાષા અથવા માતૃભાષામાં ભણવું પડશે. એટલે કે હિંદી, અંગ્રેજી જેવા વિષય ભાષાના પાઠ્યક્રમ તરીકે હશે, પરંતુ બાકી પાઠ્યક્રમ સ્થાનિક ભાષા અથવા માતૃભાષામાં હશે. 

34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર


- ત્યારે સુધી આપણા દેશમાં સ્કૂલના અભ્યાસક્રમ 10+2 મુજબ ચાલતો પરંતુ હવે આ 5+3+3+4 મુજબ હશે. એટલે કે પ્રાઇમરીથી બીજા ધોરણ સુધીનો એક ભાગ, પછી ત્રીજાથી પાંચ ધોરણ સુધી બીજો ભાગ, છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી ત્રીજો ભાગ અને નવમાથી 12 સુધી છેલ્લો ભાગ હશે. બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષા હશે. પરંતુ તેમાં પણ કેટલાક ફેરફાર થશે. 


- વિદ્યાર્થી પોતાની મરજી અને સ્વેચ્છાના આધરે વિષયની પસંદગી કરી શકશે. જો કોઇ વિદ્યાર્થી વિજ્ઞાન સાથે સંગીતઅ ભણવા માંગે તો, તેને તે વિકલ્પ હશે. દસમા ધોરણની પરીક્ષા અને તેના સ્વરૂપને લઇને હજુ અસમંજસની સ્થિતિ છે. વોકેશનલ પાઠ્યક્રમ ધોરણ 6થી શરૂ થઇ જશે. 

અનલોક-3ની ગાઇડલાઇન્સ જાહેર, નાઇટ કર્ફ્યૂં ખતમ, જાણો શું ખુલશે, શું રહેશે બંધ


- બોર્ડ પરીક્ષાને જ્ઞાન આધારિત બનાવવામાં આવશે તેમાં ગોખીને યાદ કરવાની આદતોને ઓછી કરવામાં આવશે. 


- બાળક જ્યારે સ્કૂલમાંથી નિકળશે, તો નક્કી કરવામાં આવશે તો કોઇને કોઇ સ્કિલ લઇને બહાર નિકળે.


- બાલકો સ્કૂલના શિક્ષણ દરમિયાન પોતાના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં પણ ભૂમિકા ભજવશે. અત્યાર સુધી રિપોર્ટ કાર્ડ ફક્ત અધ્યાપક લખે છે. પરંતુ નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાગ હશે. પહેલું બાળક પોતાના વિશે સ્કૂલમાં સ્વયં મૂલ્યાંકન કરશે, બીજું તેના સહપાઠીઓથી હશે અને ત્રીજો અધ્યાપક દ્વારા. 

હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની


- ગ્રેજ્યુએટ કોર્સમાં હવે 1 વર્ષ પર સર્ટિફિકેટ, 2 વર્ષ પર ડિપ્લોમા, 3 વર્ષ પર ડિગ્રી મળશે. હવે કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. 3 વર્ષની ડિગ્રી તે વિદ્યાર્થીઓ માટે જેમને હાયર એજ્યુકેશન કરવું નથી.  


- હાયર એજ્યુકેશન કરનારને 4 વર્ષની ડિગ્રી કરવી પડશે. તેના માટે MA એક વર્ષમાં કરવાની જોગવાઇ હશે. 

મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું


- હવે વિદ્યાર્થીઓને MPHIL કરવું પડશે નહી. MAના વિદ્યાર્થીઓ સીધા PHD કરી શકશે.   


- નવી નીતિ સ્કૂલો અને એચઇએસ બંનેમાં બહુભાષાવાદને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રીય સંસ્થા, ફારસી અને પ્રાકૃત, ભારતીય અનુવાદ સંસ્થા અને વ્યાખ્યાની સ્થાપના કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube