હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની

કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. સ્કૂલી શિક્ષાથી માંડીને શિક્ષણ સ્તર સુધી મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

Updated By: Jul 30, 2020, 07:54 AM IST
હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની

નવી દિલ્હી: કેબિનેટે નવી શિક્ષણ નીતિ (New Education Policy 2020) ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. સ્કૂલી શિક્ષાથી માંડીને શિક્ષણ સ્તર સુધી મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. એટલું જ નહી હવે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને પણ શિક્ષણ મંત્રાલયના નામે ઓળખવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં થયેલા નિર્ણયોની જાણકારી આપતાં પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ કહ્યું કે 21 સદીની એક નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું ન હતું. દુનિયાના શિક્ષણવિદ પ્રશંસા કરશે. 

મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું

તો બીજી તરફ HRD મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ કહ્યું કે આ નીતિ એક મહત્વપૂર્ણ રસ્તો પ્રશસ્ત કરશે. 

આ છે મહત્વપૂર્ણ ફેરફાર

- નવી શિક્ષણ નીતિ હેઠળ હવે 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃ ભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્ર ભાષાને ભણાવવામાં આવશે. 

- બાકી વિષય ભલે તે અંગ્રેજી જ કેમ ન હોય...એક વિષય તરીકે ભણાવવામાં આવશે.  

- હવે ફક્ત 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપવી પડશે, જ્યારે આ પહેલાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા ફરજિયાત હતું, જે હવે નહી હોય. 

-9માથી 12 ધોરણ સુધી સેમિસ્ટરમાં પરીક્ષા હશે. સ્કૂલ શિક્ષણને 5+3+3+4 ફોર્મૂલા હેઠળ ભણાવવામાં આવશે. 

- તો બીજી તરફ કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે ગ્રેજ્યુએશન હેઠળ પહેલાં વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube