નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી રેલવે ટીકિટ બહાર પાડ્યા બાદ ભારતીય રેલવે એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે યાત્રીઓને શુક્રવારે ટ્રેનમાં જે પેપર કપમાં ચા આપવામાં આવી તેના પર હું પણ ચોકીદાર લખ્યું હતું. કપ પર લીલા લાલ રંગમાં હું પણ ચોકીદાર મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું. તેની નીચે નાના શબ્દોમાં આતંકવાદથી દેશની સંરક્ષણ કરવાનો સંદેશો લખ્યો હતો. આ ઘટના કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં યાત્રાક રી રહેલા યાત્રીઓ સાથે થઇ હતી. ટ્રેનમાં યાત્રા કરનારા યાત્રીઓએ આ કપની સાથે ટ્વીટ કરી દીધું, ત્યાર બાદ આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં
 
આઇઆરસીટીસીની એપ્રુવલ વગર જ આવા કપમાં ચા વહેંચાઇ
આ મુદ્દે સંજ્ઞાન આવ્યા બાદ રેલવેની તરફતી કહેવામાં આવ્યું કે, તેણે કપ હટાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો છે. યાત્રીઓની તરફતી આ દાવો કરવામાં આવ્યો છે કે હું પણ ચોકીદાર લખેલા કપમાં બે વખત ચા આપવામાં આવી. જો કે રેલવેની તરફથી જણાવાયું કે કેટલાક લોકોને કપમાં ચા આપવામાં આવી હતી. કપ પર જાહેરાત એનજીઓ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યું હતું. આ કપ આઇઆરસીટીસી પાસેથી એપ્રુવલ લીધા વગર જ યાત્રીઓને અપાઇ હતી. મુદ્દે સામે આવ્યા બાદ રેલવેની તરફથી આ કપોને તુરંત જ હટાવી દેવામાં આવ્યા છે. 
રાજનાથ EXCLUSIVE: મોદી પર જનતાનો વિશ્વાસ વધ્યો, મહાગઠબંધન અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા


LIVE: પ્રિયંકા ગાંધીનો અયોધ્યામાં રોડ શો, રામલલા મંદિરના મહંતે ગણાવી વોટયાત્રા
1 લાખ રૂપિયાનો દંડ લગાવાયો
આ સમગ્ર મુદ્દે સુપરવાઇઝર/પેંટ્રી ઇન્ચાર્જની પુછપરછ કરવામાં આવી. સર્વિસ પ્રોવાઇડર પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવાયો છે. સાથે જ તેના માટે કારણ દર્શક નોટિસ પણ ઇશ્યું કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રેલવે પર વડાપ્રધાન મોદીની તસ્વીર વાળી ટીકિટ ઇશ્યુ કરવાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ ચૂંટણી પંચે ગુરુવારે રેલવેને નોટિસ ફટકારી હતી. અને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો.