LIVE: પ્રિયંકા ગાંધીનો અયોધ્યામાં રોડ શો, રામલલા મંદિરના મહંતે ગણાવી વોટયાત્રા

પ્રિયંકા ગાંધી રામલલા મંદિર નહી જવાના નિર્ણયનાં પગલે વિવાદ, મુખ્ય મહંતે કહ્યું આ કોંગ્રેસની વોટ યાત્રા

LIVE: પ્રિયંકા ગાંધીનો અયોધ્યામાં રોડ શો, રામલલા મંદિરના મહંતે ગણાવી વોટયાત્રા

અયોધ્યા : કોંગ્રેસનાં પૂર્વી ઉત્તરપ્રદેશના મહાસચિવ પ્રિયંકા ગાંધી શુક્રવારે અયોધ્યા પહોંચ્યા. અહીં તેમણે હનુમાનગઢીનાં દર્સન પહેલા રોડ શો કર્યો હતો. પ્રિયંકા અગાઉ પોતાનાં ભાઇ અને માંના સંસદીય ક્ષેત્ર અમેઠી અને રાયબરેલીની મુલાકાતે ગયા હતા. શુક્રવારે તેઓ અમેઠીથી અયોધ્યા પહોંચ્યા. જો કે પ્રિયંકા ગાંધી રામલલાના દર્શન કરવા માટે નથી જવાના જે મુદ્દે પણ હાલ વિવાદ ચાલી રહ્યો છે. 

પ્રિયંકા ગાંધી પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂ, ઇંદિરા ગાંધી, રાહુલ ગાંધી પણ અયોધ્યાના રાજા હનુમાનજીનાં દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કરી ચુક્યા છે. પ્રિયંકા ગાંધી સાંજે સાડા ચાર વાગ્યા સુધી હનુમાનગઢી પહોંચવાનું હતું. જો કે રોડ શોનાં કારણે તેઓ હજી સુધી હનુમાનગઢી પહોંચી શક્યા નથી. 

— ANI UP (@ANINewsUP) March 29, 2019

પ્રિયંકા ગાંધી અયોધ્યા શ્રી રામલલાના દર્શન કરવા નહી જાય. જેના પગલે મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રિયંકાગાંધીની અયોધ્યા યાત્રાને ધાર્મિક નહી પરંતુ કોંગ્રેસની વોટયાત્રા ગણાવી હતી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં આવવાનો અર્થ છે રામલલાના દર્શન કરવા. તેમણે કહ્યું કે, પ્રિયંકાની અયોધ્યા યાત્રાની શરૂઆત રામલલાના દર્શન સાથે કરવી જોઇતી હતી. તેમણે કહ્યું કે રામલલા દર્શન વગર યાત્રા અધુરી છે. 

વડાપ્રધાન મોદીનાં પાકિસ્તાન વાળા નિવેદન અંગે આપ્યો જવાબ
વડાપ્રધાન મોદીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ ચૂંટણીમાં જીતી જાય તો તાળીઓ પાકિસ્તાનમાં વાગશે. તેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે, બિરયાની ખાવા તો તેઓ ગયા હતા. તેમણે પોતાનાં પતિ રોબર્ટ વાડ્રા પર પીએમનાં આરોપ અંગે કહ્યું કે, અમે લોકો રાજા મહારાજા નથી. અમે રાજા અને મહારાજાઓની વિરુદ્ધ લડાઇ લડી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news