બુરાડીમાં 11ના મોતનો મામલો: મિત્રોએ કહ્યું, મેં તેમને રાત્રે ક્રિકેટ રમતા જોયા હતા
ઉત્તરી દિલ્હીના બુરાડીમાં રવિવારે મૃત મળેલા એક જ પરિવારના 11 સભ્યોમાં સામેલ બે સગીર છોકરાઓના એક મિત્રએ કહ્યું કે તેણે શનિવારે રાત્રે તે બંનેને ક્રિકેટ રમતા જોયા હતા. તેમના મિત્ર જતિને કહ્યું કે 15-15 વર્ષના ધીરૂ ભાટીયા અને જતિન ભાટીયા નવમા ધોરણના વિદ્યાર્થી હતા.
દિલ્હી: ઉત્તરી દિલ્હીના બુરાડીમાં રવિવારે મૃત મળેલા એક જ પરિવારના 11 સભ્યોમાં સામેલ બે સગીર છોકરાઓના એક મિત્રએ કહ્યું કે તેણે શનિવારે રાત્રે તે બંનેને ક્રિકેટ રમતા જોયા હતા. તેમના મિત્ર જતિને કહ્યું કે 15-15 વર્ષના ધીરૂ ભાટીયા અને જતિન ભાટીયા નવમા ધોરણના વિદ્યાર્થી હતા. બુરાડીમાં એક પરિવારના 11 સભ્યોના રહસ્યમય પરિસ્થિતિમાં મૃત મળી આવવાના મામલે હાથ લખેલી નોટ્સમાં કહેવામાં આવ્યું છે કે ''માનવ શરીર અસ્થાયી છે અને પોતાની આંખો અને મોંઢું બંધ કરીને ડરથી બચી શકાય છે.''
દિલ્હીમાં હાહાકાર મચ્યો, એક જ ઘરમાંથી 11 મૃતદેહો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ
જતિને કહ્યું કે 'મેં તે બંનેને ગઇકાલે રાત્રે રમતાં જોયા હતા, ભવનેશ અંકલ તેમને જોઇને ખુશ થઇ રહ્યા હતા. વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે હવે અમારી વચ્ચે નથી.' પોલીસે આ મામલે ધાર્મિક તંત્ર મંત્રના એંગલની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પરથી મળેલા એક રજિસ્ટરમાં નોંધવામાં આવેલી વાતોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ મર્ડર મિસ્ટ્રી ધાર્મિક તંત્ર મંત્ર સાથે સંકળાયેલી હોઇ શકે છે. તેમાં કેટલીક વાતો નોંધવામાં આવી છે, જે આ કેસને વધુ જટીલ બનાવી રહી છે.
બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય
સંબંધીઓએ તંત્ર મંત્રની વાત નકારી કાઢી
બીજી તરફ મૃતકોના એક સંબંધીએ કાવતરાની આશંકા વ્યક્ત કરી છે કે તે 'શિક્ષિત લોકો હતા, અંધવિશ્વાસી નહી.' આ પરિવારના એક સંબંધી કેતન નાગપાલે આરોપ લગાવ્યો છે કે તેમને મારવામાં આવ્યા છે. તેમને પોલીસની આ કહાનીને નકારી કાઢી. આ 'સામુહિક આત્મહત્યા'નો મામલો હોય શકે. તેમણે કહ્યું કે આ એક સમૃદ્ધ પરિવાર હતો. સંબંધીઓએ દાવો કર્યો કે આ મોતમાં કોઇ 'મોતનો એંગલ' નથી.
પોલીસ ધાર્મિક એંગલથી પણ તપાસ કરશે
પોલીસે જણાવ્યું કે 10 સભ્યોની આંખો અને મોંઢા પર કપડાં બાંધેલા હતા અને તેમની લાશ લટકી રહી હતી જ્યારે 77 વર્ષની એક મહિલા જમીન પર મૃત મળી આવી અને તેની આંખો અને મોંઢા પર પટ્ટી બાંધેલી ન હતી. બાળકોના હાથ-પગ બાંધેલા હતા. મકાનની તલાશી દરમિયાન પોલીસના હાથમાં કેટલીક લખેલી નોટ્સ મળી જેના વિશે તેમનું કહેવું છે કે પરિવાર કોઇ ધાર્મિક કર્મકાંડનું પાલન કરતો હશે.
(ઇનપુટ ભાષામાંથી)