નવી દિલ્હીઃ ચીનન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 જૂને સર્વદળીય બેઠક બોલાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં તે દાવો કર્યો હતો કે આપણી જમીનમાં ન કોઈ ઘુસ્યુ છે, ન કોઈ ઘુસ્યુ હતું. આ નિવેદનને આધાર બનાવીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પીએમે ચીનના આક્રમક વલણની સામે દેશની જમીન સરેન્ડર કરી દીધી છે. રાહુલે ઘણા સવાલ ઉઠાવ્યા હતા. આ તમામ સવાલો વચ્ચે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી સફાઇ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રીના નિવેદનને લઈને વિવાદ શરૂ થતો જોઈ સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે પીએમના નિવેદનને તોડીને રજૂ કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, પ્રધાનમંત્રીએ તે સ્પષ્ટ કરી દીધું હતું કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી)ને બદલવાના કોઈપણના પ્રયાસનો ભારત મજબૂતીથી જવાબ આપશે. આવા પડકારોનો ભારતીય સેના પહેલાની અપેક્ષાએ મજબૂતીથી સામનો કરી રહી છે. 


વાયુસેનાની શક્તિમાં થશેવધારો, રૂસથી જલદી મળશે MIG29 અને Sukhoi Su-30MKI  


પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે, સર્વદળીય બેઠકમાં આ જાણકારી પણ આપવામાં આવી હતી કે આ વખતે ચીની સેના વધુ તાકાત સાથે એલએસી પર આવી હતી. તે પણ સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું હતું કે, 15 જૂને ગલવાન ઘાટીમાં હિંસા થઈ હતી, કારણ કે ચીની સૈનિકે એલએસી પર માળખું ઉભુ કરી રહ્યા હતા અને આ રીતે કાર્યથી રોકવા પર માનવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રધાનમંત્રીના નિવેદનને 15 જૂને ગલવાનમાં થયેલી ઘટના પર આધારિત હતી, જેમાં 20 સૈનિકો શહીદ થયા હતા. 


સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આવા સમયમાં, જ્યારે આપણા બહાદુર સૈનિક આપણી સરહદની રક્ષા કરી રહ્યાં છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેનું મનોબળ ઓછુ કરવા માટે બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. પીએમના નિવેદન પર ઉભા કરવામાં આવી રહેલા વિવાદને પ્રોપોગેન્ડા ગણાવતા સરકારે કહ્યુ કે, તેનાથી ભારતની એકતાને ઓછી ન કરી શકાય. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube