વાયુસેનાની શક્તિમાં થશેવધારો, રૂસથી જલદી મળશે MIG29 અને Sukhoi Su-30MKI

 ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. 

Updated By: Jun 20, 2020, 02:23 PM IST
 વાયુસેનાની શક્તિમાં થશેવધારો, રૂસથી જલદી મળશે MIG29 અને Sukhoi Su-30MKI

નવી દિલ્હીઃ ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. તેમાં 12 સુખાઈ  (Sukhoi Su-30MKIs) અને 21 મિગ  (MiG-29s વિમાન સામેલ છે.આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેના  (IAF)ની શક્તિમાં વધારો થશે. 

ઝી ન્યૂઝની સહયોગી ચેનલ WION પ્રમાણે, રૂસ નવા વિમોનાની જલદી ડિલેવરી માટે તૈયાર થઈ ગયું છે. તે પહેલાથી મિગ-29ના આધુનિકીકરણ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની મદદ કરી રહ્યું છે.  IAFને 1985માં પોતાનું પ્રથમ મિગ-29 વિમાન મળ્યુ હતુ અને આધિનિકિકરણ બાદ મિગ-29ની લડાકૂ ક્ષમતામાં વધારો થશે. આધુનિકીકરણ બાદ મિગ-29 એક તરફથી ચોથી પેઢીના લડાકૂ વિમાનમાં સામેલ થઈ જશે. આ રૂસની સાથે-સાથે વિદેશી હથિયારોને લઈ જવામાં સક્ષમ હશે. ખુબ ઝડપથી તે એરિયલ ટાર્ગેટને ટ્રેક કરી શકશે. એટલું જ નહીં વિમાન heat-contrasting air objects ને ટ્રે કરીને તેના પર છુપાયને હુમલો કરવામાં પણ સક્ષમ હશે, તે પણ રડારના ઉપયોગ વગર. આધુનિક સામગ્રી અને ટેકનિકને કારણે મિગ-29ના જીવનકાળમાં પણ વધારો થશે. 

સુખોઈની વાત કરીએ તો વાયુસેનાએ જાન્યુઆરી 2020માં સુપરસોનિક બ્રહ્મોસ-એ ક્રૂઝ મિસાઇલથી લેસ Su-30MKI ના પોતાના પ્રથમ સ્ક્વાડ્રનને તંજાવુર વાયુસેના સ્ટેશન પર તૈનાત કરવામાં આવી શકે છે આ ભારતીય વાયુસેનાનું એકમાત્ર લડાકૂ વિમાન છે જે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોને લોન્ચ કરવામાં સક્ષમ છે.

હવે સરકારી ક્વોરેન્ટીનના આદેશ પર આમને સામને ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર   

IAFને  Su-30MKI પ્રદાન કરતા પહેલા કરાર પર 30 નવેમ્બર 1996ના સહી થઈ હતી. ત્યારબાદ 32 અન્ય વિમાનો પર વાત થઈ, જે 2002-2004માં બનાવવામાં આવ્યા હતા. સુખોઈ વિમાન જલદી ભારતીય વાયુસેનાના બેડાનું મુખ્ય અંગ બની ગયું હતું. વિમાનના પ્રદર્શનથી સંતુષ્ટ થયા બાદ ભારતીય રક્ષા મંત્રાલયે નવા વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. ડિસેમ્બર 2004માં બંન્ને પક્ષોએ ભારતના HALમાં  Su-30MKI ના લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 2012માં  Su-30MKI ની ટેકનિક કિટ માટે વધુ એક કરારકરવામાં આવ્યો હતો. હકીકતમાં  Su-30MKI પ્રોજેક્ટ કોઈપણ વિદેશી દેશની સાથે ભારતના સૈન્ય સહયોગના ઈતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ બની ગયો છે અને અન્ય દેશો માટે  Su-30MKI પરિવારના વિમાનોના વેચાણમાં પણ યોગદાન આપ્યું છે. આ સિવાય પ્રોજેક્ટે સીધી રીતે  Su-30MKI ફાઇટર જેટના વિકાસને પણ પ્રભાવિત કર્યો છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube