મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસ સામે ગઢ સાચવવાનો પડકાર
મિઝોરમમાં નામાંકમ પત્ર ભરવાની અંતિમ તારીખ 12 નવેમ્બર છે, મતદાન 28 નવેમ્બરના રોજ યોજાશે અને પરિણામ 11 ડિસેમ્બરના રોજ જાહેર થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના પાંચ રાજ્યોનાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ દેશમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. કરાઈ હતી. મિઝોરમમાં 40 વિધાનસભા બેઠક માટે એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. 28 નવેમ્બરના રોજ મિઝોરમની પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. મિઝોરમની તમામ બેઠક પર EVM અને VVPAT મશીન સાથે ચૂંટણી યોજાશે.
ચૂંટણી જાહેર થવાની સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા રાજ્યમાં લાગુ થઈ ગઈ હતી. મિઝોરમ વિધાનસભાની મુદ્દત 15 ડિસેમ્બરના રોજ પુરી થવાની છે. 1987માં મિઝોરમની સ્થાપના થઈ હતી અને ત્યાર બાદ 1989માં અહીં પ્રથમ સરકાર રચાઈ હતી. મિઝોરમમાં અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી થઈ છે, જેમાંથી 4 વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રહી છે, જ્યારે 1998-2003 અને 2003થી 2008 સુધી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં રહી છે. કોંગ્રેસની ચારેય સરકારમાં વર્તમાન મુખ્ય મંત્રી લાલ થાનહવલા જ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે. મિઝોરમમાં સૌથી વધુ વસ્તી મૂળ આદિવાસી મિઝો પ્રજા બહુમતમાં છે અને આ ઉપરાંત ચકમા તથા બૌદ્ધ પ્રજા પણ વસે છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ
- કુલ બેઠકઃ 40
- બહુમત માટે જરૂરી બેઠકઃ 21
- ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
- મતદાનઃ 28 નવેમ્બર, 2018
- મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
કોંગ્રેસ 34
MNF 05
MPC 01
મિઝોરમના રાજકીય પક્ષો
મિઝોરમમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝમર પિપલ્સ કોન્ફરન્સ મુખ્ય પાર્ટી છે. ભાજપે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીથી અહીં ઝંપલાવ્યું છે, પરંતુ હજુ પોતાનું અસ્તિત્વ બનાવી શકી નથી. આ ઉપરાંત એનસીબી, ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી, મારલન્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ જેવા સ્થાનિક પક્ષો પણ રાજકીય કદ ધરાવે છે.
[[{"fid":"187606","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mizoram-Election","field_file_image_title_text[und][0][value]":"Mizoram-Election"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Mizoram-Election","field_file_image_title_text[und][0][value]":"Mizoram-Election"}},"link_text":false,"attributes":{"alt":"Mizoram-Election","title":"Mizoram-Election","class":"media-element file-default","data-delta":"2"}}]]
કોંગ્રેસનો ગઢ
કોંગ્રેસ વર્ષ 2008થી મિઝોરમમાં સત્તામાં છે. આ અગાઉ 1989-1993 અને 1993-1998માં પણ કોંગ્રેસ સત્તામાં હતી. કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી લાલ થનહવલા મિઝોરમ પ્રજા ઉપર સારી પકડ ધરાવે છે. તેઓ મિઝોરમ રાજ્યની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં ચાર ટર્મ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. મિઝો આદિવાસી પ્રજામાં તેઓ લોકપ્રિય નેતા છે. આ વખતે કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટ ઉપરાંત ભાજપનો પણ પડકાર છે. આ સિવાય ઉત્તર પૂર્વનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ગુમાવી ચુકી છે, માત્ર મિઝરમમાં જ તેની પાસે સત્તા છે. એટલે તેની સામે પોતાનો આ એકમાત્ર ગઢ સાચવી રાખવાનો પણ સૌથી મોટો પડકાર છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી
ચાર પ્રમુખ નેતાએ કોંગ્રેસ છોડી
આ વખતે કોંગ્રેસના ચાર ટોચના નેતાઓ કોંગ્રેસ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયા છે. બે નેતા મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયા હતા, જ્યારે એક નેતા ભાજપમાં જોડાયા હતા. એક નેતાએ કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની સ્પષ્ટતા કરી ન હતી. આમ, ચૂંટણી પહેલાં ચાર નેતાઓ પાર્ટી છોડી જતાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે માત્ર 30 ધારાસભ્યો જ રહી ગયા છે. કોંગ્રેસે બુધવારે રાજ્યની 40 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?
મિઝો નેશનલ ફ્રન્ટ(MNF)
મિઝોરમમાં કોંગ્રેસની સામે મુખ્ય વિરોધ પક્ષ અને બીજો સૌથી મોટો પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ છે. તેના નેતા ઝોરામથંગા 1998-2003, 2003-2013 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ માટે તેઓ સૌથી મજબૂત નેતા છે. તાજેતરમાં જ કોંગ્રેસના બે પ્રમુખ નેતા પક્ષ છોડીને મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાતાં પક્ષને થોડું બળ મળ્યું છે. આ પક્ષને પાછળથી ભાજપનો પણ ટેકો છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક
MNFએ 40 બેઠક પર ઝંપલાવ્યું
મિઝોરમે આગામી ચૂંટણીમાં રાજ્યની તમામ 40 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાંથી તેણે 39 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણીમાં પાર્ટીએ 17 યુવાન ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.
VIDEO : રમણ સિંહે પોતાનાથી 20 વર્ષ નાના યોગીના 2 વખત ચરણસ્પર્શ કર્યા
ભારતીય જનતા પાર્ટી
મિઝોરમમાં ભારતીય જનતા પાર્ટીએ 2013ની ચૂંટણીથી રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે, પરંતુ તે હજુ સુધી એક પણ સીટ જીતી શકી નથી. આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવી જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપે અહીં નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) બનાવ્યું છે, જેમાં તેણે મિઝો નેશનલ ફ્રન્ટ સાથે ભાગીદારી કરી છે. ભાજપે હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનો પણ ભાજપને ફાયદો મળી શકે છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસનો 'હાથ' ઊંચો, ભાજપને નડશે એન્ટી ઈન્કમબન્સી?
મિઝોરમમાં છેલ્લા 5 મુખ્યમંત્રી
- 1993 : લાલ થનહવલા (કોંગ્રેસ)
- 1998 : ઝોરામથંગા (MNF)
- 2003 : ઝોરામથંગા (MNF)
- 2008 : લાલ થનહવલા (કોંગ્રેસ)
- 2013 : લાલ થનહવલા (કોંગ્રેસ)