નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Assembly Election 2018)નું પરિણામ કોંગ્રેસને ઝટકો આપી શકે છે. એક્ઝીટ પોલ અનુસાર મિઝોરમમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવાઈ જાય એવી સંભાવના છે. ઈન્ડિયા ટીવી અને નેતાના એક્ઝીટ પોલ અનુસાર 50 વિધાનસભા બેઠકવાળા આ રાજ્યમાં કોંગ્રેસની સીટો ઘટીને માત્ર 15 થઈ શકે છે. મિઝો નેશનલ ફ્રન્ટને સૌથી વધુ 19 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અપક્ષોને 6 બેઠકો જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ઝીટ પોલ અનુસાર મિઝોરમમાં કોંગ્રેસને 36 ટકા વોટ મળવાનું અનુમાન છે. મિઝો નેશનલ ફ્રન્ટને 38 ટકા વોટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. અન્ય પક્ષોને 26 ટકા વોટ મળ્યાનું અનુમાન છે. સી વોટર અનુસાર કોંગ્રેસને 14થી 18 અને એમએનએફને 16થી 20 બેઠક મળી શકે છે. અપક્ષોને 3 બેઠક મળવાનો અંદાજ છે. 


મધ્યપ્રદેશ #ZeeMahaExitPoll : એક પણ પક્ષને બહુમત નહીં, BJP બનશે સૌથી મોટી પાર્ટી


ટાઈમ્સ નાવ અને CNX અનુસાર મિઝોરમમાં કોંગ્રેસને 16 એને મિઝો નેશનલ ફ્રન્ટને 18 બેઠકો મળવાનું અનુમાન છે. અન્ય પક્ષોને 6 બેઠક મળી શખે છે. મિઝોરમમાં બહુમતી માટે 21 સીટ મળવી જરૂરી છે. 


રાજસ્થાન #ZeeMahaExitPoll : કોંગ્રેસને 109 બેઠક, ભાજપ સત્તા ગુમાવશે


મિઝોરમ વિધાનસભાની મુદ્દત 15 ડિસેમ્બરના રોજ પુરી થવાની છે. 1987માં મિઝોરમની સ્થાપના થઈ હતી અને ત્યાર બાદ 1989માં અહીં પ્રથમ સરકાર રચાઈ હતી. મિઝોરમમાં અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, જેમાંથી 4 વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રહી છે, જ્યારે 1998-2003 અને 2003થી 2008 સુધી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં રહી છે. કોંગ્રેસની ચારેય સરકારમાં વર્તમાન મુખ્ય મંત્રી લાલ થાનહવલા જ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે. મિઝોરમમાં સૌથી વધુ વસ્તી મૂળ આદિવાસી મિઝો પ્રજા બહુમતમાં છે અને આ ઉપરાંત ચકમા તથા બૌદ્ધ પ્રજા પણ વસે છે.   


છત્તીસગઢ #ZeeMahaExitPoll : છત્તીસગઢમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ


મિઝોરમ વિધાનસભા ચૂંટણી-2018
કુલ બેઠકઃ 40
બહુમત માટે જરૂરી બેઠકઃ 21
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


તેલંગાણા #ZeeMahaExitPoll : કોંગ્રેસની અપેક્ષા પાણીમાં જશે, TRSનો વિજય થશે


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ    સીટ
કોંગ્રેસ    34
MNF    05
MPC    01


કોંગ્રેસનો ગઢ
કોંગ્રેસ વર્ષ 2008થી મિઝોરમમાં સત્તામાં છે. આ અગાઉ 1989-1993 અને 1993-1998માં પણ કોંગ્રેસ સત્તામાં હતી. કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી લાલ થનહવલા મિઝોરમ પ્રજા ઉપર સારી પકડ ધરાવે છે. તેઓ મિઝોરમ રાજ્યની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં ચાર ટર્મ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. મિઝો આદિવાસી પ્રજામાં તેઓ લોકપ્રિય નેતા છે. આ વખતે કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટ ઉપરાંત ભાજપનો પણ પડકાર છે. આ સિવાય ઉત્તર પૂર્વનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ગુમાવી ચુકી છે, માત્ર મિઝરમમાં જ તેની પાસે સત્તા છે. એટલે તેની સામે પોતાનો આ એકમાત્ર ગઢ સાચવી રાખવાનો પણ સૌથી મોટો પડકાર છે.