મુંબઇ : એમએનએસ ચીફ રાજ ઠાકરેની પાર્ટી હંમેશા કંઇક નવુ કરવા માટેના પેંતરાઓ રચતી રહે છે. શુક્રવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તપાસ એજન્સી પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)ને ઘેરી લીધા છે. એમએનએસએ ઇડી પાસે માંગ કરી છે કે તેના મુંબઇની ઓફીસ પર સાઇન બોર્ડ પર મરાઠી ભાષામાંઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે સાથેગુરૂવારે પ્રવર્તન નિર્દેશાલયનાં મુંબઇ ઓફીસનાં આશરે સાડા આઠ કલાક પુછપરછ થઇ હતી. 
રાહુલ ગાંધી કાલે શ્રીનગર જાય તેવી શક્યતા, સાથે જશે 9 વિપક્ષી નેતાઓનું દળ


પી.ચિદમ્બરમ અને પુત્ર કાર્તીની ખેર નહી, CBI 5 દેશોમાંથી શોધી કાઢશે તેમના કાળાકરતુત
રાજ ઠાકરેની પાર્ટીએ કાયદેસર રીતે ઇડી અને મુંબઇનાં જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ઇડીની ઓફીસ મરાઠી ભાષામાં લખવાની માંગ કરી છે. હાલ દક્ષિણ મુંબઇ ખાતે ઇડી ઓફીસની બહાર લાગેલા સાઇન બોર્ડ પર હિંદી અને અંગ્રેજી ભાષામાં જ ઓફીસનું નામ લખાયું છે. ઠાકરેની પાર્ટીએ ઓફીસની બહારની તસ્વીર પણ ટ્વીટ કરી છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયને પણ ટેગ કરાયું છે. 
પતંજલી યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ
VIDEO: રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રી બન્યો ત્યારથી હથિયારોની યાદ વધારે આવે છે
મનસેએ મહારાષ્ટ્ર સરકારનાં મરાઠી ભાષા વિભાગને સવાલ કર્યો છે કે આખરે સરકાર ઇડીની આ ભુલ પર શું કાર્યવાહી કરશે ? મહારાષ્ટ્રમાં સરકારી ઓફીસનાં સાઇનબોર્ડ પર મરાઠી ભાષામાં લખવું જરૂરી છે. રાજ ઠાકરે મરાઠી ભાષાને રાજ્યમાં લાગુ કરવા મુદ્દે આગ્રહ રાખે છે. આ મુદ્દે અનેક આંદોલન પણ કરી ચુક્યા છે.