રાહુલ ગાંધી કાલે શ્રીનગર જાય તેવી શક્યતા, સાથે જશે 9 વિપક્ષી નેતાઓનું દળ
જો કે રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને જમ્મુ કાશ્મીર જવા દેવાશે કે તે અંગે હજી અનિશ્ચિતતાનો માહોલ
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે શ્રીનગરની મુલાકાતે જઇ શકે છે. સુત્રો અનુસાર તેમની સાથે વિપક્ષી પાર્ટીઓનાં 9 અન્ય નેતાઓ પણ જાય તેવી શક્યતા છે. જો કે તેઓ શ્રીનગર પહોંચી શકશે કે કેમ તે અંગે સંશય છે. હાલ જમ્મુ કાશ્મીર પોલીસના કોઇ મોટા નેતાને કાશ્મીર ખીણ વિસ્તારમાં જવા દેવાઇ રહ્યા નથી. થોડા દિવસો પહેલા જ્યારે કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભા વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા ત્યારે તેમને પણ શ્રીનગર જવા દેવાયા નહોતા.
ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે
કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો સતત કાશ્મીર જવા માટેની માંગ કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા હજી સુધી આ અંગેની પરવાનગી લેવામાં આવી નથી. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેનો વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. વિપક્ષી નેતા ઉમર અબ્દુલ્લા, ફારુક અબદુલ્લા અને મહેબુબા મુફ્તીની મુક્તી માટેની માંગ કરી રહ્યા છે.
અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...
અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...
આ નેતા જાય તેવી શક્યતા...
(1) રાહુલ ગાંધી
(2) ગુલામ નબી આઝાદ
(3) સીતારામ યેચુરી
(4) ડી.રાજા
(5) મનોજ ઝા આ ઉપરાંત ડીએમકે અને સમાજવાદી પાર્ટીનાં નેતાઓ પણ તેમની સાથે હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલમ 370 અને 35એ હટાવાયા બાદથી કાશ્મીરી નેતાઓને સરકારે હાઉસ એરેસ્ટ કરેલા છે. હવે તમામ વિપક્ષી દળો તેમની મુક્તિ માટેની માંગ કરી રહ્યા છે.
નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી
રાજ્યપાલ સાથે પણ થઇ ચુકી છે ટ્વીટર વોર
જમ્મુ કાશ્મીરની મુલાકાત મુદ્દે રાજ્યપાલ અને રાહુલ ગાંધી વચ્ચે લાંબી ટ્વીટર વોર થઇ ચુકી છે. રાહુલ ગાંધીએ કાશ્મીર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે રાજ્યપાલ મલિકે કહ્યું હતું કે, તમે જ્યારે પણ ઇચ્છો તમારા માટે હેલિકોપ્ટર મોકલી દેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે