પતંજલી યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ

પતંજલી યોગપીઠના મહામંત્રી અને પતંજલી આયુર્વેદનાં સીઇઓ આચાર્ય બાલાકૃષ્ણની તબિયત બગડી છે

પતંજલી યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ

હરિદ્વાર : પતંજલિ યોગપીઠના મહામંત્રી અને પતંજલી (Patanjali) આયુર્વેદનાં સીઇઓ (CEO)  આચાર્ય બાલકૃષ્ણ (Acharya balkrishna) ની તબિયત બગડી ગઇ છે. તેમને ઋષીકેશ ખાતે એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જો કે પતંજલી યોગપીઠનું અધિકારીક નિવેદન હજી સુધી આવ્યું નથી. યોગપીઠના સુત્રો અનુસાર શુક્રવારે યોગગુરૂ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ (Acharya balkrishna) ની તબિયત અચાનક બગડી ગઇ હતી.
પી.ચિદમ્બરમ અને પુત્ર કાર્તીની ખેર નહી, CBI 5 દેશોમાંથી શોધી કાઢશે તેમના કાળાકરતુત
જે સમયે તેમની તબિયત બગડી તે દરમિયાન તેઓ હરિદ્વારના પતંજલી યોગપીઠની ઓફીસમાં પણ હાજર હતા. ઉતાવળમાં યોગપીઠના ડોક્ટર્સે તેમની સારવાર કરી. જો કે ડોક્ટર્સે વધારે સમય ગુમાવ્યા વગર તેમને તત્કાલ નજીકની ભુમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. અહીંના ડોક્ટર્સે પણ વધારે સારવાર માટે તેમને ઋષીકેશ એમ્સમાં રિફર કર્યા હતા. મળતી માહિતી અનુસાર બાલકૃષ્ણ બેહોશ હતા. ડોકટર્સે જ્યારે તેમને પુછી રહ્યા હતા તેમને શું સમસ્યા થઇ રહી છે તો તેઓ જણાવી શકે તેમ નહોતા. સારી વાત છે કે હાલ તેમની સ્થિતી સામાન્ય છે. 
VIDEO: રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રી બન્યો ત્યારથી હથિયારોની યાદ વધારે આવે છે

રાહુલ ગાંધી કાલે શ્રીનગર જાય તેવી શક્યતા, સાથે જશે 9 વિપક્ષી નેતાઓનું દળ
દેશનાં 10 અમીરોમાં આચાર્ય બાલકૃષ્ણનો સમાવેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલા આંકડા અનુસાર એફએમસીજી કંપની પતંજલીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) બાલકૃષ્ણ હવે દેશનાં ટોપ 10 અમીરોમાં સમાવિષ્ટ છે. તેમની સંપત્તીમાં 320 ટકાનો વધારો થયો છે. બાલકૃષ્ણ ગત્ત વર્ષે 25માં સ્થાન પર હતા જ્યારે આ વખતે તેઓ 8માં સ્થાન પર પહોંચી ગયા છે. તેમની સંપત્તી 173 ટકા વધીને 70 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. ગત્ત નાણાકીય વર્ષમાં પતંજલીનો વેપાર 10,561 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ અનેક વિદેશી કંપનીઓને ટક્કર આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news