નવી દિલ્હી: પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 13 જાન્યુઆરીના રોજ મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રૂ. 45,696 કરોડના ખર્ચે 73 એલસીએ એમકે-1એ ફાઇટર વિમાનો અને 10 એલસીએ તેજસ એમકે-1 ટ્રેનર વિમાનોની ખરીદી કરવાની તેમજ તેની સાથે માળખાગત સુવિધાઓની ડિઝાઇન અને વિકાસના1,202 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) એમકે-1એ વેરિઅન્ટ સ્વદેશી ડિઝાઇન ધરાવતું, સ્વદેશી રીતે વિકસાવેલું અને ઉત્પાદન થયેલું અત્યાધુનિક 4+ જનરેશન લડાયક વિમાન છે. આ વિમાન એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (એઇએસએ), બેયન્ડ વિઝ્યુઅલ રેન્જ (બીવીઆર) મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વોરફેર (ઇડબલ્યુ) સ્યૂટ અને એર ટૂ એર રિફ્યુલિંગ (એએઆર) જેવી મહત્ત્વપૂર્ણ કાર્યક્ષમતાઓ સાથે સજ્જ છે, જે ભારતીય વાયુદળ આઇએએફની કામગીરીની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ પ્લેટફોર્મ બનશે. વળી આ 50 ટકા સ્વદેશી સામગ્રી ધરાવતા લડાયક વિમાનોની પ્રથમ “બાય (ભારતીય સ્વદેશી ડિઝાઇન ધરાવતું, સ્વદેશી ટેકનોલોજીથી વિકસીત અને ઉત્પાદિત)” કેટેગરી છે, જેમાં કાર્યક્રમને અંતે સ્વદેશી સામગ્રીનો વપરાશ વધીને 60 ટકા થશે.

Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો


મંત્રીમંડળે પ્રોજેક્ટ અંતર્ગત આઇએએફને માળખાગત સુવિધાઓના વિકાસની મંજૂરી પણ આપી છે, જે વાયુદળને તેના બેઝ ડેપોમાં રિપેર કે સર્વિસની સેવા કરવા સક્ષમ બનાવશે, જેથી અભિયાન માટે મહત્ત્વપૂર્ણ વ્યવસ્થાઓ માટે ટર્નઅરાઉન્ડ ટાઇમ (ટીએટી)માં ઘટાડો થશે અને કામગીરી માટે વિમાનની ઉપલબ્ધતામાં વધારા તરફ દોરી જશે. એનાથી આઇએએફને સંબંધિત બેઝમાં રિપેરિંગની માળખાગત સુવિધા ઉપલબ્ધ થવાથી વાયુદળ વિમાનના કાફલાને વધારે અસરકારકતા અને કાર્યદક્ષતા સાથે જાળવવા સક્ષમ બનશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube