પટણા: કેન્દ્ર સરકારે ગંગા નહી પર બનેલા મહાત્મા ગાંધી સેતુને સમાંતર બનનારા મહાસેતુ પ્રોજેક્ટ સંબંધિત ટેન્ડરને રદ કરી દીધુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ હતી. બિહાર સરકારના ટોચના અધિકારીઓએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેન્ડર રદ કરી દીધુ. કારણ કે પ્રોજેક્ટ માટે પંસદ કરાયેલા ચારમાંથી બે કોન્ટ્રાક્ટર ચીની કંપનીઓ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં 5.6 કિલોમીટર લાંબો મુખ્ય પૂલ, અન્ય નાના પૂલ, અંડરપાસ અને રેલ ઓવરબ્રિજ પૂલ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને 15 જૂનની પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં 20 ભારતીય જવાનોના શહીદ થયા સંદર્ભે લેવામાં આવ્યો છે. 


નોંધનીય છે કે ચીન સાથે સરહદ પર થનારા ઘર્ષણને ધ્યાનમાં રાખીને ચીની ઉત્પાદનો અને વ્યવસાયિક સંસ્થાઓના બહિષ્કારના દેશવ્યાપી આહ્વાન વચ્ચે અનેક ચીની પ્રોજેક્ટ અને ટેન્ડરો રદ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાઓ પર કેન્દ્ર સરકારની કેબિનેટ સમિતિએ આ મહાસેતુ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube