નવી દિલ્હીઃ દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો 22 મેથી વિલય થઈ જશે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. દિલ્હી મહાનગર પાલિકા (સંશોધન) બિલ, 2022ને સંસદે એપ્રિલમાં મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની ગયો હતો. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય કોર્પોરેશનને એક કરવાના નિર્ણયને લઈને દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી ભાજપ પર નિશાન સાધતી રહે છે. તેનું કહેવું છે કે ભાજપે એમસીડી ચૂંટણીમાં હારના ડરથી કોર્પોરેશનનો વિલય કર્યો છે. 


આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં આપના અજય કોઠિયાલે પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણીમાં હતા સીએમ ફેસ


પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે- 15 વર્ષથી ભાજપ દિલ્હી કોર્પોરેશન (એમસીડી) માં સત્તામાં છે અને પૈસા લઈ રહી છે. 18 મેએ તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. શું તમારી પાસે આટલો મોટો નિર્ણય (બુલડોઝરની કાર્યવાહી) કરવાનો બંધારણીય અધિકાર છે? ચૂંટણી થવા દો અને જીતનારી પાર્ટીને નિર્ણય કરવા દો. બધાને ખ્યાલ છે કે એમસીડીમાં આપ જ આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube