Ajay Kothiyal Resignation: ઉત્તરાખંડમાં આપના અજય કોઠિયાલે પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણીમાં હતા સીએમ ફેસ
ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો રહેલા કર્નલ અજય કોઠિયાલે પાર્ટી છોડી દીધી છે.
Trending Photos
દેહરાદૂનઃ ઉત્તરાખંડથી આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો કર્નલ અજય કોઠિયાલે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. બુધવારે આપ નેતાએ ટ્વીટ કરી જાણકારી આપી છે. અજય કોઠિયાલ 20 એપ્રિલ 2021ના આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
તેમણે ટ્વીટ કરી કહ્યુ- પૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધસૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાઓ અને બુદ્ધિજીવિઓની ભાવનાઓને ધ્યાનમાં રાખતા, હું આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યો છું.
વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્નલ અજય કોઠિયાલ પર આપના પ્રતાપનગરથી ઉમેદવાર સાગર ભંડારીએ આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે અજય કોઠિયાલને ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીના પરાજય માટે જવાબદાર ઠેરવ્યા હતા.
त्यागपत्र
पूर्व सैनिकों, पूर्व अर्धसैनिकों, बुजुर्गों, महिलाओं, युवाओं तथा बुद्धिजीवियों की भावनाओं को ध्यान में रखते हुए, मैं आज दिनांक 18 मई 2022 को, आम आदमी पार्टी की सदस्यता से अपना त्यागपत्र दे रहा हूँ । pic.twitter.com/5IMeVRu4sb
— Col Ajay Kothiyal, KC, SC, VSM (R.) (@ColAjayKothiyal) May 18, 2022
સાગર ભંડારીએ કહ્યુ હતુ- પ્રદેશમાં કર્નલ કોઠિયાલના નામ પર ચૂંટણી લડવામાં આવી. દરેક જગ્યાએ તેમણે ચૂંટણી પ્રચાર કર્યો એટલે હારની જવાબદારી લેવી જોઈએ. પરંતુ તેમ કર્યું નહીં. બીજી પાર્ટીઓમાં ચૂંટણીમાં હાર બાદ જવાબદાર નેતાઓએ રાજીનામા આપ્યા છે. પરંતુ તેમણે રાજીનામું ન આપ્યું.
કોણ છે કર્નલ અજય કોઠિયાલ
કર્નલ અજય કોઠિયાલ સેનામાંથી નિવૃત્ત છે. તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1968ના ગુરદાસપુરમાં થયો હતો. તે બે વખત એવરેસ્ટ વિજેતા રહી ચુક્યા છે. તેમણે એવરેસ્ટ અભિયાનનું નેતૃત્વ કર્યુ હતું. આ સિવાય કેદારનાથ પુનનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નંદા દેવી રાજજાત 2014નું સંચાલન કર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે