Online News Portal અને Web Content પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય
દેશભરમાં અનેક ન્યૂઝ પોર્ટલ્સ અને વેબ કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ કામ કરે છે. એવું જોવા મળે છે કે ડિજિટલ દુનિયામાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે અને તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ પડે છે. મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે મોટું પગલું ભર્યું છે.
નવી દિલ્હી: દેશભરમાં અનેક ન્યૂઝ પોર્ટલ્સ અને વેબ કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ કામ કરે છે. એવું જોવા મળે છે કે ડિજિટલ દુનિયામાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે અને તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ પડે છે. મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે મોટું પગલું ભર્યું છે.
કેન્દ્ર સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન
અત્રે જણાવવાનું કે હિન્દુસ્તાનમાં ચાલતા ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન કન્ટેન્ટ પ્રોગ્રામ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. જેનું નોટિફિકેશન કેન્દ્ર સરકાર તરફથી આજે બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ડિજિટલ કન્ટેન્ટના નિયમો માટે કોઈ કાયદો કે પછી સ્વાયત્ત સંસ્થા નથી. પ્રેસ આયોગ પ્રિન્ટ મિડિયાના નિયમન, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન અને એડવર્ટાઈઝિંગના નિયમો માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા છે. જ્યારે ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે.
Bihar Result : 'મોદી મેજિક' એ તેજસ્વીનું સપનું રોળી નાખ્યું, આ રહ્યા NDA ની જીતના 5 કારણ
સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે રજુ કર્યો હતો પોતાનો પક્ષ
ગત મહિને સુપ્રીમ કોર્ટે OTT પ્લેટફોર્મ્સ પર સ્વાયત્ત નિયમનની માગણીવાળી અરજીને લઈને કેન્દ્ર પાસે પ્રતિક્રિયા માંગી હતી. સુપ્રીમે આ અંગે કેન્દ્ર સરકાર, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાને નોટિસ પણ મોકલી હતી. આ અરજીમાં કહેવાયું હતું કે આ પ્લેટફોર્મ્સના પગલે ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સને સેન્સર બોર્ડના ડર અને સર્ટિફિકેશન વગર પોતાનું કન્ટેન્ટ રિલીઝ કરવાની તક મળી ગઈ છે.
બિહાર: તેજસ્વી માટે 'વિલન' બની ગયા ઓવૈસી, આટલી બેઠકો પર વોટબેંકમાં પાડ્યું મસમોટું ગાબડું
આ બાજુ સુનાવણી વખતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અન્ય એક કેસમાં જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યોનું નિયમન ટીવી કરતા વધુ જરૂરી છે. હવે સરકારે ઓનલાઈન માધ્યોથી ન્યૂડ કે કન્ટેન્ટ આપનારા માધ્યોને મંત્રાલયો હેઠળ લાવવાનું પગલું લીધુ છે.
સરકારે તર્ક આપતા કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા માટે આ અગાઉ ગાઈડલાઈન ઉપલબ્ધ છે. જ્યારે ડિજિટલ મીડિયાની પહોંચ અનેક લોકો સુધી હોય છે. તેની અસર પણ વધુ થાય છે. અનેક અપરાધિક ઘટનાઓની તપાસમાં જાણવા મળ્યું છે કે તોફાનો અને હિંસક ઘટનાઓ પાછળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબ પોર્ટ્લ્સના ભડકાઉ કન્ટેન્ટ જવાબદાર હતા.
Bihar Election: પોતે હારીને પણ ચિરાગ પાસવાને BJP ને અપાવી ભવ્ય જીત, જાણો કઈ રીતે
નોંધનીય છે કે OTT પ્લેટફોર્મ પર ન્યૂઝ પોર્ટલ્સની સાથે સાથે Hotstar, Netflix અને Amazon Prime Video જેવા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પણ આવે છે. ગત વર્ષે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકાર એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી મીડિયાની સ્વતંત્રતા પર કોઈ અસર પડે. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાની સાથે સાથે ફિલ્મ ઉપર પણ જે પ્રકારે નિયંત્રણ છે તે જ પ્રકારનું થોડું નિયંત્રણ ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ ઉપર પણ હોવું જોઈએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube