નવી દિલ્હીઃ સરકારે ભારતની એક્તા અને અખંડતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સરદાર વલ્લભભાઈ પટેલના(Sardar Vallabbhai Patel) નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર(Highest Civilian Award) શરૂ કર્યો છે. ગૃહ મંત્રાલય(Ministry of home affairs) તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, પુરસ્કરમાં એક પદક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. આ સન્માન વિશેષ સ્થિતિ અને સૌથી વધુ ઉચિત બાબતો સિવાય મરણોપરાંત પ્રદાન કરાશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં જણાવાયું છે કે, આ પુરસ્કાર સાથે કોઈ પણ રકમ કે રોકડ પુરસ્કાર અપાશે નહીં. એક વર્ષમાં ત્રણથી વધુ પુરસ્કાર આપવામાં નહીં આવે. આ પુરસ્કારની જાહેરાત 'રાષ્ટ્રીય એક્તા દિવસ'(National Unity Day) એટલે કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતીના રોજ કરવામાં આવશે. 


પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત


ગૃહ મંત્રાલય દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા એવોર્ડ' (Sardar Patel National Unity Award) નામથી આ અંગેનું જાહેરનામું અગાઉ બહાર પાડી દેવાયું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એક્તા અને અખંડતાને પ્રોત્સાહન આપવા, મજબૂત તથા અખંડ ભારતના મૂલ્યને સુદૃઢ કરવામાં ઉલ્લેખનીય અને પ્રેરક યોગદાન માટે સન્માનિત કરવાનો છે. 


સરકારના નિવેદનમાં જણાવાયું છે કે, આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કાર સમારોહની સાથે એક સમારોહમાં આ નસ્માન આપવામાં આવશે. 


જળવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને મળ્યો 'ઓલ્ટરનેટિવ નોબલ પ્રાઈઝ'


તેના માટે વડાપ્રધાન દ્વારા એક પુરસ્કાર સમિતિની રચના કરવામાં આવશે, જેમાં મંત્રીમંડળ સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, રાષ્ટ્રપતિના સચિવ, ગૃહ સચિવ સભ્ય હશે. આ ઉપરાંત, વડાપ્રધાન દ્વારા પસંદ કરવામાં આવેલા ગણમાન્ય વ્યક્તિને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવશે. 


કોણ અરજી કરી શકશે?
સરકારના નિવેદનમાં જણાવાયું છે કે, ભારતમાં રહેલી કોઈ પણ સંસ્થા, સંગઠન કે કોઈ પણ ભારતીય નાગરિક આ પુરસ્કાર માટે વિચારણા કરવા કોઈ પણ વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે. વ્યક્તિ પોતાને ખુદને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે. રાજ્ય સરકારો, સંઘ રાજ્ય ક્ષેત્ર પ્રશાસન અને મંત્રાલયો પણ ભલામણ કરી શકે છે. દર વર્ષે એવોર્ડ માટે નામની ભલામણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ રૂપથી ડિઝાઈન કરવામાં આવેલી વેબસાઈટ પર ઓનલાઈન એવોર્ડ માટે નામ નોંધાવાનું રહેશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....