પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

'સ્વચ્છ ભારત અભિયાન'(Swacch Bharat Mission) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'(Global Goalkeeper Award) એનાયત કરાયો છે. આ પુરસ્કાર બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Milinda Gates Foundation) તરફથી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં ભાગ લેવા યુએસ પહોંચેલા પીએમ મોદીનું બિલ ગેટ્સ(Bill Gates) દ્વારા આ એવોર્ડથી સન્માન કરાયું હતું. 

પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'(Global Goalkeeper Award) એનાયત કરાયો છે. આ પુરસ્કાર બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Milinda Gates Foundation) તરફથી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં ભાગ લેવા યુએસ પહોંચેલા પીએમ મોદીનું બિલ ગેટ્સ(Bill Gates) દ્વારા આ એવોર્ડથી સન્માન કરાયું હતું. પુરસ્કાર ગ્રહણ કરતા પીએમ મોદીએ તેનો શ્રેય સમગ્ર ભારતીયોને આપ્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરસ્કાર ગ્રહણ કર્યા પછી જણાવ્યું કે, "આ સન્માન મારા માટે નહીં પરંતુ એ કરોડો ભારતીય માટે છે, જેમણે સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાની સાથે જ પોતાના રોજિંદા જીવનનો એક ભાગ બનાવ્યો છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષ પ્રસંગે આ સન્માન મળ્યું છે, જે તેમના માટે ખાસ મહત્વ ધરાવે છે."

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "આ સન્માનને હું ભારતીયોને સમર્પિત કરું છું, જેમણે સ્વચ્છ ભારત અભિયાનને એક જન આંદોલનમાં ફેરવી નાખ્યું હતું. તેમણે સ્વચ્છતાને પોતાની રોજિંદી જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી હતી. તાજેતરના વર્ષોમાં કોઈ પણ દેશમાં આ પ્રકારનું અભિયાન જોવા મળ્યું નથી."

વડાપ્રધાને આ અભિયાનની સફળતા ગણાવતા કહ્યું કે, "આ અભિયાનને પગલે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 1 કરોડ 10 લાખ ટોઈલેટનું નિર્માણ થયું છે. તેના કારણે 2014 પહેલા ગ્રામીણ સ્વચ્છતા કવરેજની સરેરાશ 40 ટકાથી ઓછી હતી, તે આજે વધીને 100 ટકાની નજીક પહોંચી ગયું છે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news