MSME સેક્ટરને મોદી સરકાર આપશે ભેટ, GST મુક્તિ મર્યાદામાં વધારો
લોકસભા ચૂંટણીથી પહેલા આ સેક્ટર માટે GST થ્રેસહોલ્ડની લિમિટ વધારમાં આવી શકે છે. GST થ્રેસહોલ્ડ લિમિટ વધવાથી નાના વેપારીઓને ઘણો ફાયદો મળશે.
નવી દિલ્હી: નવા વર્ષ પર સરકાર MSME સેક્ટરને વધુ એક ભેટ આપવા જઇ રહી છે. લોકસભા ચૂંટણીથી પહેલા આ સેક્ટર માટે GST થ્રેસહોલ્ડની લિમિટ વધારમાં આવી શકે છે. GST થ્રેસહોલ્ડ લિમિટ વધવાથી નાના વેપારીઓને ઘણો ફાયદો મળશે. આ લિમિટને 20 લાખથી વધારીને 50 લાખ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નાણા મંત્રાલયે તેને લઇને પોતાની સહમતી દેખાડી છે. હવે તેના પર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
વધુમાં વાંચો: નવા વર્ષ પર મોદી સરકારે આપી ગિફિટ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલેન્ડર
નાણા રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ એમએસએમઇ સેક્ટર માટે જીએસટીમાં મુક્તિની સીમાને વધારવાના નિર્ણય પર તેમની મોહર લાગવી દીધી છે. જીએસટી કાઉન્સિલની મંજૂરી બાદ 50 લાખ સુધીના ટર્નઓવરવાળા નાના વેપારીઓને જીએસટીથી મુક્ત કરવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ
સરકારનો આ નિર્ણય નાના, લધુ અને મધ્યમ ઉદ્યોગો માટે સંજીવની બૂટીનું કામ કરશે. કેમકે, આ સેક્ટર ભારતમાં સૌથી વધારે રોજગાર ઉભું કરનારા અને સૌથી વધારે ઉત્પાદન કરનાર સેક્ટર છે. જાણકારોના જણાવ્યા અનુસાર પહેલા નોટબંધી અને પછી જીએસટીના કારણે આ સેક્ટને ઘણું નુકસાન થયું છે, પરંતુ હવે તે ફરીથી પાટા પર આવી રહ્યું છે. કેન્દ્ર સરકકારે એમએસએમઇ સેક્ટરમાં મજબૂતી લાવવા માટે ઘણી યોજાનાઓ શરૂ કરી છે, જેમાં એક 59 મિનિટમાં 1 કરોડની લોનની મંજૂરી પણ સામેલ છે.
(સંજીવ શર્માની રિપોર્ટ)