Rahul Gandhi એ 6 કારણ ગણાવતા કહ્યું `મોદીના કારણે દેશ પરેશાન`
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. GDPમાં ઘટાડો, બેરોજગારી, નોકરી, કોરોના, GST જેવા તમામ મુદ્દાઓ માટે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. GDPમાં ઘટાડો, બેરોજગારી, નોકરી, કોરોના, GST જેવા તમામ મુદ્દાઓ માટે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
Loksabha Monsoon Session: સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે નહીં હોય 'પ્રશ્નકાળ', વિપક્ષ થયો કાળઝાળ
'મોદી નિર્મિત આફતો સામે ઝઝૂમી રહ્યો છે દેશ'
રાહુલ ગાંધીએ એકવાર ફરીથી ટ્વિટ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારત મોદી નિર્મિત આફતો સામે ઝઝૂમી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે UNમાં કરશે સંબોધન, જાણો વિગતો
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો 'ટ્વિટ એટેક'
રાહુલ ગાંધીએ 6 મુદ્દાઓ સામેલ કરીને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે મોદીએ બનાવેલી આફતોના કારણે ભારતને પરેશાની થઈ રહી છે. ટ્વિટ દ્વારા રાહુલે દેશની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, 12 કરોડ લોકોની નોકરી ગઈ, જીએસટી, અને કોરોના સંક્રમણના મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે લખ્યું...
1. દેશની અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક ઘટાડો -23.0 ટકા
2. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી
3. 12 કરોડ લોકોની નોકરી જતી રહી છે.
4. રાજ્યોને કેન્દ્ર સરકાર GST બાકી લેણા ચૂકવી શકતી નથી
5. દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ અને મોત ભારતમાં છે.
6. દેશની સરહદ પર બહારથી આક્રમણ થઈ રહ્યું છે.
Corona: હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય!, જાણો શું કહ્યું WHOએ?
Corona Update: કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો, રંગરૂપ બદલી રહેલા વાયરસથી તજજ્ઞો પણ ચિંતાતૂર
JEE-NEETને લઈને પણ રાહુલે ઉઠાવ્યાં સવાલ
રાહુલ ગાંધીએ કેન્દ્ર પર ગત મંગળવારે જ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં નાખી રહી છે. JEE-NEET ઉમેદવારોની ચિંતાની અનદેખી થઈ રહી છે.
માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ દેશની GDPના આંકડા બહાર આવ્યાં બાદ દરેક જણ કેન્દ્ર સરકારને સવાલ પૂછી રહ્યા છે. તમામ વિરોધ પક્ષો આ માટે ફક્ત અને ફક્ત મોદી સરકારને જ કારણભૂત ગણાવી રહ્યાં છે.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube