મોદીએ ઋતિકની ટ્વીટ કરી રી-ટ્વીટ, લખ્યું, `રાકેશ રોશન ફાઈટર છે, ઝડપથી સાજા થશે`
ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટાર ઋતિક રોશને ટ્વીટ કરીને તેના પિતા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું હોવાની જાણ કરી હતી
નવી દિલ્હીઃ હજુ વર્ષની શરૂઆત થઈ છે ત્યાં બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા એવા રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું છે અને તેઓ હાલ ઈલાજ કરાવી રહ્યા છે. રાકેશના પુત્ર ઋતિક રોશને ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તેના પિતાની તબિયત અંગેની માહિતી શેર કરી હતી. ઋતિક રોશનની આ ટ્વીટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને રિટ્વીટ કરીને રાકેશ રોશનના સારા સ્વાસ્થ્યની કામના કરી છે.
પીએમ મોદીએ ઋતિક રોશનની ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું છે કે, "ડિયર ઋતિક રોશન, મને રાકેશ રોશનની તબિયત અંગે જાણવા મળ્યું. તેઓ એક ફાઈટર છે અને ઝડપતી સાજા થઈ જશે."
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શિખર વાટાઘાટો પહેલા ચીન રવાના થયા કિમ જોંગ, જાણો શું છે હેતુ!
બોલિવૂડમાં કેન્સરની બિમારી
ઉલ્લેખનીય છે કે, ગયા એક વર્ષમાં બોલિવૂડના અનેક કલાકારોને કેન્સર થયું છે. સૌથી પહેલા અભિનેતા ઈરફાન ખાને પોતાને કેન્સર થયું હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેમની તબિયત અંગે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ દુઆઓ માગી હતી.
ત્યાર બાદ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પણ કેન્સર થયું હતું. તેણે ન્યૂયોર્કમાં ઈલાજ કરાવ્યો હતો અને હિંમતપૂર્વક આ બિમારીનો સામનો કર્યો હતો. આ સાથે જ તે પોતાના ઈલાજના વિવિધ તબક્કાના ફોટો શેર કરીને પણ પોતાની હિંમતને જાળવી રહી છે.