અવંતીપોરા એટેક: મોહભાગવતે કહ્યું સરકાર પાસે આકરા પગલાની આશા
ભાવગતે કહ્યું કે, ભારતે ઘણુ સહન કર્યું છે અને કાયરતાપુર્ણ હૂમલાનો આકરામાં આકરો જવાબ આપવો જરૂરી છે
નાગપુર : જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલ પર થયેલા આત્મઘાતી હૂમલા મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખિયા મોહન ભાગવતે હૂમલાની નિંદા કરતા આ અંગે સરકારની તરફથી એક્શન લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. ગુરૂવારે સાંજે પુલવામાં થયેલા આતંકવાદી હૂમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા છે.
પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી
નાગપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા ભાગવતે કહ્યું કે, આ કાયરતા પુર્ણ હરકત છે, તેની અમે તીખી નિંદા કરીએ છીએ. આ ઘટના મુદ્દે અમને સરકાર પાસે એક્શનની આશા છે. ભાગવતે કહ્યું કે, આપણે ઘણુ સહ્યું છે. આજે પણ સહી રહ્યા છીએ. આજના હૂમલા પરથી સાબિત થાય છે. હવે સરકારે જવાબ આપવો પડશે.
CRPFનો કાફલામાં હંમેશા 1000થી ઓછા જવાનો હોય છે, આ વખતે 2500 કેમ ?
ભાગવતે આ સાથે જ આરએસએસનાં ટ્વીટર હેન્ડલથી સંઘનાં સરકાર્યવાહક ભૈયાજી જોશીએ પણ પ્રતિક્રિયા આપી છે. સંઘનાં ટ્વીટર હેન્ડલથી કહેવામાં આવ્યુ કે જમ્મુ કાશ્મીરનાં પુલવામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા કાયરતાપુર્ણ હૂમલાની અમે ઘોર નિંદા કરીએ છીએ. આતંકવાદ પર કસાઇ રહેલા સકંજાની ગીન્નાયેલા આતંકવાદીઓને નિરાશા જ આ ઘટના પરથી સ્પષ્ટ વર્તાઇ રહી છે. સરકાર આ ઘટનાના દોષીતો પર કડક કાર્યવાહી કરે.
આમ્રપાલી ગ્રુપ 31 માર્ચ સુધીમાં જમા કરાવે 200 કરોડ: સુપ્રીમાદેશ
બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખીયા શરદ પવારે હૂમલાની નિંદા કરતા શહીદ સૈનિકોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પવારે ટ્વીટ કરીને સીઆરપીએફનાં કાફલા પર કાયરતાપુર્ણ હૂમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, મારી સંવેદના શહીદ પરિવારની સાથે છે.