આમ્રપાલી ગ્રુપ 31 માર્ચ સુધીમાં જમા કરાવે 200 કરોડ: સુપ્રીમાદેશ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જે પ્રકારે નિલામીની પ્રક્રિયા કરવામાં આવી તે જોતા બેંક સહિત તમામ પક્ષની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપને 200 કરોડ રૂપિયા 31 માર્ચ સુધીમાં જમા કરાવવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દે કંપની તરફથી હલફનામું માંગ્યું અને પુછ્યું કે તેઓ જણાવે કે અત્યાર સુધી કયા પ્રોજેક્ટમાં કેટલા પૈસા લગાવવામાં આવ્યા છે અને કઇ કંપનીમાં કોણ કોણ ડાયરેક્ટર છે. ગ્રુપને હવે જણાવવું પડશે કે શરૂથી માંડીને અત્યાર સુધી કંપનીનાં કોણ કોણ ડાયરેક્ટર રહ્યા છે. હવે આ મુદ્દે આગામી સુનવણી 28 ફેબ્રુઆરીએ થશે.
આમ્રપાલી ગ્રુપ પર આરોપ છે કે તેણે ખરીદદારોને ફ્લેટ અત્યાર સુધી નથી આપ્યા. ગત્ત સુનવણી દરમિયાન કોર્ટના ગ્રુપનાં 5 સ્ટાર હોટલ, FMCG કંપની અને મોલને એટેચ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જણાવી દો કે આમ્રપાલી ગ્રુપને નોએડા અને ગ્રેટર નોએડામાં આશરે 170 ટાવર પ્રોજેક્ટ છે. આશરે 46 હજાર ખરીદરારો દ્વારા અહીં રોકાણ કરવામાં આવ્યું છે. આમ્રપાલી ગ્રુપનું કહેવું છે કે, અત્યાર સધી આ પ્રોજેક્ટ્સમાં આશરે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઇ ચુક્યું છે.
Supreme Court has asked Amrapali Group to deposit Rs 200 crores which was taken by it on account of loans and advances by March 31. The matter to be further heard on February 28. https://t.co/XVspAraZIh
— ANI (@ANI) February 14, 2019
ગત્ત સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, ગ્રુપના એક 5 સ્ટાર હોટલ સહિત બે સંપત્તીઓની નીલામીમાં નહી વેચાનારાઓમાં મિલીભગત થઇ શકે છે. કોર્ટે સવાલ કર્યો કે શું બેંક આ મિલીભગતમાં સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આ ખુબ જ પરેશાન કરનારૂ છે, કે બેંકર્સ સંપત્તીઓ પર લોન આપવા માટે આગળ નથી આવી રહ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંક સરકારી કંપની એનબીસીસીની યોજના પર લોન ઉપલબ્ધ કરાવવા તૈયાર છે, પરંતુ તેઓ એક નિલામી લોન વસુલી ન્યાયાધિકરણ (ડીઆરટી) દ્વારા વેચવામાં આવી રહેલી આમ્રપાલી સંપત્તીઓ પર લોન અપાવવા માટે આગળ નથી આવી રહ્યા. ડીઆરટીએ 31 જાન્યુઆરીના રોજ ગ્રેટર નોએડાના પાંચ સ્ટાર આમ્રપાલી હોલી ડે આ ટેક પાર્ક તથા ઉત્તરપ્રદેશના વૃંદાવનની એક મોકાની જમીનની નિલામી કરી પરંતુ કોઇ પણ બોલીકર્તાએ બોલી નથી લગાવી.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયમૂર્તિ યૂયૂ લલિતની પીઠે કહ્યું કે, તેઓ પહેલા સંપત્તીઓનાં ઓછા મૂલ્યાંકન મુદ્દે ચિંતિત હતી પરંતુ 31 જાન્યુઆરીના રોજ થયેલી નિલામીમાં કોઇ બોલીકર્તાએ મુખ્ય સંપત્તીઓની બોલી નથી લગાવી. પીઠે કહ્યું, એવું લાગે છે કે ઇરાદાપુર્વક એવા પ્રયાસો કરવામાં આવ્યા કે સંપત્તી વેચાય નહી. કારણ કે નિલામીમાં કોઇએ બોલી નહોતી લગાવી. પહેલી નજરમાં એવું લાગે છે કે મિલીભગત ચાલી રહી છે. શું બેંક પણ આ મિલીભગતમાં સમાયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે