નિર્ધારિત સમય કરતા પહેલા સમાપ્ત થઈ શકે છે સંસદનું સત્ર, સામે આવ્યું આ કારણ
સૂત્રો અનુસાર BACની બેઠકમાં હાજર લોકસભાની બધી મુખ્ય પાર્ટીના ફ્લોર લીડરે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ મહામારી વચ્ચે ચાલી રહેલા સંસદના પ્રથમ સત્રના દિવસોમાં ઘટાડો થઈ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રો પ્રમાણે સરકાર 18 દિવસના ચોમાસુ સત્રને કોરોનાની ચિંતાઓને કારણે નાનુ કરવા પર વિચાર કરી રહી છે. 14 સપ્ટેમ્બરે શરૂ થયેલા સત્રને 10 દિવસમાં એટલે કે આગામી સપ્તાહના બુધવારે સમાપ્ત કરી શકાય છે.
સાંસદ અને સંસદના કર્મચારી સતત પોઝિટિવ આવી રહ્યાં છે. તેથી મોટા નેતાઓમાં ઇન્ફેક્શન ફેલાવાનો ડર છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પ્રહ્લાદ પટેલ સહિત આશરે 30 સાંસદો પહેલા સંક્રમિત થઈ ચુક્યા છે, તેથી ચિંતામાં વધારોથયો છે.
મોટા ભાગની પાર્ટી સત્રને નાનુ કરવાના પક્ષમાં
14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ચોમાસુ સત્રનો સમય આમ તો 1 ઓક્ટોબર સુધી છે. આશા છે કે બધા મહત્વના બિલ પ્રથમ 7 દિવસમાં પાસ થઈ જશે. એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું કે, કેટલાક બિલોની સાથે-સાથે બધા અધ્યાદેશ પાસ થઈ જાય તો સત્રનો સમય ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની શનિવારે થયેલી બેઠકમાં મોટા ભાગની પાર્ટીઓ સત્રના દિવસો ઘટાડવાના પક્ષમાં નજર આવી હતી. અંતિમનિર્ણય સંસદીય મામલાની કેબિનેટ કમિટી લેશે.
બિહાર ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં પડી શકે છે ભંગાણ
ભાજપના સૌથી વધુ 12 સાંસદો સંક્રમિત
લોકસભાના સંક્રમિત સાંસદોમાં ભાજપના સૌથી વધુ 12 છે. YSR કોંગ્રેસ 2,જ્યારે શિવસેના, ડીએમકે અને આરએલપીના 1-1 સાંસદ સંક્રમિત છે. ભાજપના રાજ્યસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેએ પણ શુક્રવારે પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. બાકી સાંસદ કઈ પાર્ટીના છે તેની જાણકારી મળી શકી નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube