બિહાર ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં પડી શકે છે ભંગાણ


બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એઆીએમઆઈએમ અને સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે. એઆીએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેની જાણકારી આપી છે. 

Trending Photos

બિહાર ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં પડી શકે છે ભંગાણ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly elections 2020) માટે રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. આ ચૂંટણી માટે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIA)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ મજબૂતી પ્રદાન કરી રહી છે. આ ક્રમમાં હવે એઆઈએમઆઈએમ અને સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક (એસજેડીડી) વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે. જેથી બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) માટે પણ ખતરાની ઘંટી વાગી ગઈ છે. 

એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જાણકારી આપતા જણાવ્યુ કે, બિહાર ચૂંટણી માટે એઆઈએમઆઈએમ અને સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક વચ્ચે ગઠબંધન નક્કી થયું છે. યૂડીએસએ ગઠબંધન દેવેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. એવી પાર્ટીઓ, જે સાંપ્રદાયિક્તા વિરુદ્ધ લડવા ઈચ્છે છે તેનું સ્વાગત છે. તો બિહારમાં યાદવ અને મુસ્લિમને આરજેડીની વોટબેન્ક માનવામાં આવે છે, તેવામાં એઆીએમઆઈએમ અને એસજેડીડી સાથે આવવાથી આરજેડીની વોટબેન્કમાં ભંગાણ પડી શકે છે. 

ઓવૈસીએ કહ્યુ કે, અમારા વિશે જૂનો રેકોર્ડ જણાવે છે કે અમે કોઈથી ડરતા નથી. અમે ચૂંટણી લડીશું. લોકસભામાં આરજેડીએ કેટલી સીટ જીતી છે. કિશનગંજમાં જો અમારી પાર્ટી ન ઉભી હોત તો કોંગ્રેસ ત્યાંથી ન જીતી શકત. ભાજપ જો જીતી રહી છે તો તેની જવાબદાર આરજેડી છે. હૈદરાબાદમાં મેં ભાજપને હરાવ્યું, શિવસેનાને હરાવ્યું. મહાગઠબંધન હવે નથી રહ્યું. 

UNGAના ઐતિહાસિક સત્રને સંબોધિત કરશે પીએમ મોદી, આ ચર્ચાઓમાં લેશે ભાગ  

કોંગ્રેસ પર નિશાન સાધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, કોંગ્રેસ આજે શિવસેનાના ખોળામાં છે. કોંગ્રેસ ખુદને ધર્મનિરપેક્ષતાનું ઠેકેદાર સમજે છે. કોંગ્રેસનો વિચાર સામંતી છે. કોંગ્રેસની ખોટી નીતિઓને કારણે લોકો આજે પણ ભોગવી રહ્યાં છે. 

ઉમેદવારોની જાહેરાત
મહત્વનું છે કે અસદુદ્દીન ઓવૈસી પહેલા જ બિહાર વિધાનસભા ચૂંટણી 2020મા લડવાની જાહેરાત કરી ચુક્યા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઓવૈસીની પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પણ જાહેરાત કરી હતી. એઆઈએમઆઈએમ 50 સીટો પર ચૂંટણી લડશે, આ જાહેરાત પહેલા કરી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news